શેરમાં રોકાણ કરી સારો નફો કમાવવાના નામે નાગપુરનાં એક વેપારી અને તેના બે મિત્રો સાથે રૂપિયા 20.90 કરોડની છેતરપિંડી કરવાના આરોપસર જુહુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે એક કંપનીના ત્રણ ડિરેક્ટરો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જુહુ પોલીસે જસ્મિન શાહ, દીપિકા શાહ અને વિશાલ શાહ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ત્રણ વિલેપાર્લેના રહેવાસી છે. ફરિયાદી અભિનવ રમાકાંત ફતેહપુરિયા (ઉ.વ.40) મૂળ નાગપુરનો રહેવાસી છે.
તેમની સિલ્વરસ્ટોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.કંપની છે. તેમની કંપની દ્વારા ટ્રેડિંગ, ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. અભિનવની કંપની તેમજ તેના મિત્રો રાહુલ અને રાજકુમાર અગ્રવાલને શેરબજારમાં રોકાણ કરવું હતું. એક પરિચિત દ્વારા તેમણે વિલેપાર્લેના જે.એન.એમ રિયાલટી આ શેર ટ્રેડિંગ એજન્સના સંચાલક જસ્મીન શાહનો સંપર્ક કર્યો હતો. શાહે રોકાણ પર સારા નફાની લાલચ આપી હતી. તે મુજબ ત્રણ જણે શાહના ખાતામાં 20 કરોડ 90 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
ત્યારબાદ શાહે તેને 75.50 લાખ શેર 21,32,87,500/-માં ખરીદી કર્યા હોવાનો વોટ્સએપ મેસેજ કર્યો હતો. થોડા દિવસો પછી અભિનવે તેના શેર રજિસ્ટરમાં જોયું કે શાહે તેમને પૂછયા વગર તબક્કાવાર કંપનીના શેર વેચી દીધા હતા. આમ તેમની સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. જૂહુ પોલીસ સ્ટેશનનાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અજિત વર્તકે જણાવ્યું હતું કે, આ મામલે અમે કેસ દાખલ કર્યો હતો પણ આ કેસની તપાસ આથક ગુના શાખા કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500