જૂનાગઢમાં ગત સોમવારે 24 તારીખના રોજ એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેના કાટમાળ નીચે દટાઈ જતા પિતા અને બે પુત્રો સહીત 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ચાર વ્યક્તિના પરિવારમાં ફક્ત મહિલા નજીકની શાક માર્કેટમાં શાક લેવા ગયી હોવાથી બચી ગઈ હતી. પતિ અને બે પુત્રો ગુમાવતા આઘાતગ્રસ્ત મહિલાએ એસીડ ગટગટાવી જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આજે સવારે મહિલાનું પણ મોત નીપજ્યું હતું.
ઘટનાની માહિતી મુજબ જુનાગઢ-દાતાર રોડ પર કડિયાવાડ શાક માર્કેટ નજીક સોમાવરે એક જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જવાથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં એક જ પરિવારના પિતા સંજયભાઈ ડાભી અને બે પુત્રો દક્ષ ડાભી અને તરુણ ડાભી મોતને ભેટ્યા હતા. સંજયભાઈના પત્ની મયુરીબેન શાક માર્કેટમાં ગયા હોવાથી બચી ગયા હતા.પરિવાર વિખેરાઈ જવાનો આઘાતમાં સહન ન થયા મયુરી બેને એસિડ ગટગટાવ્યું હતું. ત્યાર બાદ ગંભીર હાલતમાં તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application