સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડા ગામની સીમમાંથી પસાર થતાં તરસાડા બાયપાસ રોડની નજીક નહેર પાસે મઢી માંડવી રોડ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરઝડપે આવતી એક કારે રસ્તાની સાઇડે ચાલી રહેલી મહિલા અને તેના બે પુત્રોને અડફેટમાં લેતા બે વર્ષીય નાના પુત્રનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્યારે મહિલા અને તેના મોટા પુત્રને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
કાર ચાલક સ્થળ પરથી કાર લઈને નાસી છૂટ્યો હતો. મળતી માહિતી મુજબ, કામરેજ સુગર મિલના પડાવમાં રહેતા અને મૂળ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બંધપાડા ગામના શિવાભાઈ ચૌધરીની પત્ની કલ્પનાબેન શિવાભાઈ ચૌધરી (ઉ.વ.૩૮) શેરડી કાપવાની મજૂરી કામ કરે છે. સાંજે કલ્પના તેના બે પુત્રો આર્યન (ઉ.વ.૫) અને રોહન (ઉ.વ.૨)ની સાથે તરસાડા બાયપાસ રોડથી મઢી રોડ તરફ આવેલી દુકાનમાં શાકભાજી લેવા માટે જતી હતી. ત્રણેય રોડની સાઇડે ચાલી રહ્યા હતા. તે સમયે એક કાર પૂરઝડપે આવી હતી અને ત્રણેયને ટક્કર મારી દીધી હતી. કાર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી કાર લઈને નાસી છૂટયો હતો. માતા અને બે પુત્રો લોહી લુહાણ હાલતમાં પડેલા હોય સ્થાનિકો દોડી આવ્યા હતા અને ત્રણેયને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નાના પુત્ર રોહનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે આર્યન અને માતા કલ્પનાબેનને કામરેજની દિનબંધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application