Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કૃષિ વર્ષ 2023-24માં ઘંઉનું ઉત્પાદન વિક્રમજનક 11.40 કરોડ ટન રહેવાનો અંદાજ

  • January 05, 2024 

વધારે જમીનમાં વાવેતર અને હવામાનની સ્થિતિ સામાન્ય રહેવાને કારણે હાલમાં ચાલી રહેલા કૃષિ વર્ષ 2023-24માં ઘંઉનું ઉત્પાદન વિક્રમજનક 11.40 કરોડ ટન રહેવાનો અંદાજ છે તેમ ખાદ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ રવિ સિઝનના મુખ્ય પાક ઘંઉનું વાવેતર હાલમાં અંતિમ તબક્કામાં છે અને તે આગામી સપ્તાહ સુધી ચાલશે.


ગયા સપ્તાહ સુધીમાં 320.24 લાખ હેક્ટર જમીનમાં ઘંઉનું વાવેતર કરવામાં આવ્યું હતું. કૃષિ વર્ષ 2022-23 (જુલાઇ-જૂન)માં ઘંઉનું ઉત્પાદન વિક્રમજનક 11.05 કરોડ ટન રહ્યું છે. જે 2021-22માં 10.77 કરોડ ટન રહ્યું હતું. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરએ જણાવ્યું હતું કે, જો હવામાન સારૂ રહેશે તો ચાલુ કૃષિ વર્ષમાં ઘંઉનું ઉત્પાદન વિક્રમજનક 11.40 કરોડ ટન રહેવાનો અંદાજ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો આ અંદાજ મુજબ ઉત્પાદન રહેશે તો તે આપણી જરૂરિયાત કરતા વધારે રહેશે. જરૂરિયાતથી વધારે ઘંઉનું વેચાણ આગામી વર્ષે ઓપન માર્કેટ સેલ સ્કીમ (ઓએમએસએસ) માટે કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application