Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલ વાહનોમાં નુકસાન, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

  • July 29, 2023 

ભરૂચ શહેરનાં મકેરી ફળિયામાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી હતી. જયારે સમગ્ર ઘટના બાજુમાં લગાવેલ CCTV કેમેરામાં પણ કેદ થઇ છે. દીવાલ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલા વાહનોમાં નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગતરોજ વહેલી સવારે ભરૂચ શહેરના મકેરી ફળિયામાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી જેને પગલે વહેલી સવારે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.


જોકે સવારમાં ઘટના બની હોવાથી કોઈને પણ જાનહાની થવા પામી ન હતી. પરંતુ દીવાલ ધરાશાયી થવાને કારણે નજીકમાં રહેલ એકટીવા સહીત બે વાહનોને નુકશાન થવા પામ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિકોએ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાના CCTV કેમેરાના ફૂટેજ બહાર આવ્યા છે જેમાં સમગ્ર ઘટના કેદ થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application