ઝીલકુમાર/મહુવા : મહુવા તાલુકાના વાંસકુઈ ગામની સીમમાં વ્યારાના યુવકની કારમાં પંચર થયું હોવાનું જણાવી મદદના બહાને આવેલ 3 ગઠિયા 1.15 લાખ ભરેલું પાકીટ લઈ ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
તાપી જિલ્લાના ઘાટા ગામે રહેતા કિરણ વિનોદ ગામીત મઢી ખાતે બેંક ઓફ બરોડામાંથી 1.45 લાખ ઉપાડી કરોડ-મઢી રોડ પર આવેલા એગ્રોમાં ખાતરના 30 હજાર આપી બાકીના રૂપિયા 1.15 લાખ લઇ ઈકો ગાડીમાં ઘર તરફ પરત થયા હતા.
તે દરમિયાન વાંસકુઈ પેટ્રોલ પંપ પાસે પંચર પડ્યું હોવાના કારણે એર ચેક કરી રહ્યા હતા તે દરમિયાન સામેથી 1 મોપેડ પર 3 યુવક આવી કિરણભાઈને ટાયર બદલવામાં મદદરૂપ થવાનું જણાવી ઈકો ગાડીમાં મુકેલ રૂપિયા 1.15 લાખનું પાકીટ છીનવી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે યુવકએ બારડોલી પોલીસમથકે ફરિયાદ આપતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application