Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ફિઝિયોથેરેપીસ્ટની સાથે રોકાણના નામે રૂપિયા ૨૪.૫૨ લાખની છેતરપિંડી, પોલીસે તપાસ હાથ ધરી

  • February 15, 2025 

વ્યારાના ફિઝિયોથેરેપીસ્ટે ફેસબુકમાં આઈપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરીંગ-પ્રારંભિક જાહેર ભરણું)માં ઓનલાઈન રોકાણ અને ટ્રેડિંગ માટેની લિંક ખોલતા ભેજાબાજોએ એસબીઆઈ સિક્યુરિટીઝ અને કોટક સિક્યુરિટીઝની બોગસ એપ્લિકેશન મારફતે અલગ અલગ કંપનીમાં કુલ રૂ.૨૪.૫૨ લાખનું રોકાણ કરાવ્યા બાદ એકાઉન્ટમાં નફો અને ડિવિડન્ડના મળી જમા કુલ રૂ.૧.૧૮ કરોડ વિડ્રો કરવા પ્રયાસ કરતા એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયાનું જણાતા પોતાની સાથે છેતરપિંડી થયું હોવાનું સમજાયું હતું.


સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારાના મુસા રોડ પર દેવાંશ ફિઝિયોથેરાપી નામનું દવાખાનું ચાવતા ડોક્ટર દીક્ષિત મુકેશભાઈ શાહ (ઉ.વ.૩૫, રહે.અયોધ્યા નગરી, ખટાર ફળિયું,વ્યારા) ઘરે બેસી તારીખ ૩૧મી જુલાઈ ૨૦૨૪ના રોજ મોબાઈલ ફોનમાં ફેસબુકમાં જોતા હતા. તે વખતે ટ્રેડિંગ માટે એસબીઆઈ સિક્યુરિટીઝનું પેજ જોયું હતું. વધુ માહિતી મેળવવા લિંક ઓપન કરતા એક વ્હોટ્સએપ નંબરનો મેસજ આવ્યો હતો. જેમાં એસબીઆઈ સિક્યુરિટીઝની લિંક આવી હતી. જે ડાઉનલોડ કરતા આઈપીઓ, સ્ટોક ખરીદી શકશો તથા ટ્રેડિંગ પણ કરી શકશો એમ જણાવ્યું હતું. જેથી અલગ-અલગ કંપનીના આપીઓમાં કુલ રૂ.૧૫,૨૫, ૦૪૭નું રોકાણ કર્યું હતું.


ત્યારબાદ કોટક સિક્યુરિટીઝની લિંક આવતા તેની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓનલાઈન એકાઉન્ટ ખોલી તેમાં પણ કુલ રૂ.૯,૨૭,૦૦૦નું રોકાણ મળી બંને એકાઉન્ટમાં કુલ રૂ.૨૪, ૫૨,૦૦૦નું રોકાણ હતું. જે દરમિયાન આઈપીઓમાં રોકાણ કરવા અજાણ્યા બે મોબાઇલ નંબર, એસબીઆઈ સિક્યુરિટીઝ વોટસઅપ ગ્રુપ એડમીન રોહન જોષી, રુદ્રા એન્ટરપ્રાઇઝ, પી.આર.એન્ટરપ્રાઈઝ, નારાયણ જીન્દાલ, ગુપ્તા એન્ટરપ્રાઇઝ, યુકો બેંક સહિત ૮થી વધુ લોકોના એકાઉન્ટમાં આ નાણાંની રકમ ટ્રાન્સફર થઇ હતી. તથા આઇપીઓમાં રોકાણ કરવા અવેજ પેટે રૂ.૩૭,૬૫,૬૩૦ની લોન પણ ડોક્ટરને ઓનલાઇન એકાઉન્ટમાં આપવામાં આવી હતી.


જેથી આઈપીઓની આવાક સહિત ડિવિડન્ડ મળી કુલ રૂ.૧,૧૮,૬૯,૮૫૭ એપ્લિકેશનમાં જમાં બતાવતા હતા. ત્યારબાદ આપેલી લોનની રકમ ભરશો તોજ જમાં રૂ.૧.૧૮ કરોડ ઉપાડી શકશો તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ વધુ રૂપિયાની સગવડ ન હોવાથી નાણાં ટ્રાન્સફર કર્યા ન હતા. તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૪ નારોજ એપ્લીકશનમાં નાણાં વિડ્રો કરવા પ્રયાસ કરતા નાણાં વિડ્રો થયા ન હતા અને એકાઉન્ટ ફ્રિઝ થયું હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે ડોક્ટરને ભાન થયું હતું કે, ઓરીજીનલ એસબીઆઈ અને કોટક સિક્યુરિટીઝની લિંક જેવી જ બોગસ લિંકમાં રોકાણ કરાવી, ઓનલાઈન ચીટિંગ કરવામાં આવ્યું છે. જેથી તાપી સાયબર ક્રાઈમ પોલીસ મથકે ઓનલાઇન રૂ.૨૪.૫૨ લાખની છેતરપીંડીની ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application