પ્રાંત અધિકારીશ્રી યુ.એન. જાડેજાનાં અધ્યકક્ષસ્થાને જીલ્લા વહીવટીતંત્ર ભરૂચ ડીઝાસ્ટર વિભાગ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મંચસ્ત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી યુ.એન. જાડેજાએ પ્રાંસગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ઈ-રેવા રિસ્પોન્સ સીટી એપ્લીકેશનનાં આધારે ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે અલગ-અલગ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આજના પ્રસંગે રિસ્પોન્સ સીટી એપ્લીકેશનની સ્વંમ સેવકો સાથે પ્રાથમિક ચર્ચા કરી સમગ્ર સિસ્ટમ કઈ રીતે કામ કરશે તેની વિગતો આપી ટ્રેનિંગ આપવામાં આવશે. વધુમાં તેમણે ઉમેરતા કહ્યું હતું કે, આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીના માધ્યમથી આવનારા માનવ જીવનના પડકારો સામે સુરક્ષિત રહી, આગોતરા આયોજનના આધારે ઓછામાં ઓછી દુર્ધટનાઓ થાય તેનું નિયમન કરી આપત્તિ વ્યવસ્થાપન એજ સાચી સાવચેતીની નિશાની છે. ઉપસ્થિત તમામ સ્વમંસેવકો વહીવટીતંત્ર સાથે ખભેખભા મિલાવી અણીના સમયે પોતાના વિસ્તારના લોકોને જાગૃત કરીને સલામત સ્થળ સુધી પહોંચાડવા માટે સારથીનું ભગીરથ કામ કરી નિયમન કરી આપત્તિ વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ બનશે.
આ કાર્યક્રમમાં ભરૂચ વહીવટીતંત્ર અને નોંધાયેલા સ્વયંસેવકોને ઈ-રેવા રિસ્પોન્સ સીટી એપ્લીકેશનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સેમિનારમાં ઈ-રેવા એપ્લીકેશન કઈ રીતે કામ કરે છે. આ એપ્લીકેશનના લોકોએ શું કરવું, પુરની સ્થિતિ પહેલા, સ્થાળાંતર કરવાનું થાય ત્યારે, પૂર દરમિયાન, પુર બાદ સ્થિતિ માટે કેવા પગલાં લેવા વગેરેની તમામ બાબતોનું ઝિણવટપૂર્વક માહિતી આપી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500