સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક બુધવારે બપોરે 3.30 વાગે બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે પ્રમુખ સંદીપ દેસાઇના અધ્યક્ષ સ્થાને મળશે. આ બેઠકમાં સુરત જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ મોહન ભાટિયા અને તેના સમર્થકો કેસરીયો ધારણ કરવાના હોય આ બેઠક ભાજપ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
બેઠકમાં મંત્રી મુકેશ ભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ ભાઈ પટેલ,જિલ્લાના ધારાસભ્યો અને જિલ્લાના સહકારી આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહેશે.હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આજની આ બેઠકમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ મોહન ભાઈ પટેલ.(ભાટિયા) ચોર્યાસી તાલુકા કોંગ્રેસના પ્રમુખ અલ્કેશ ભાઈ પટેલ તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપામાં જોડાઈને કેસરિયો ખેસ ધારણ કરશે.
વધુમાં આ જિલ્લા કારોબારી બેઠકમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે હર ઘર તિરંગા તથા 14મી ઓગસ્ટ વિભાજન વિભિશિકા દિવસ, ચૂંટણી સહયોગ નિધિ, વૃક્ષારોપણ, બુથ સશક્તિકરણ, ચોમાસાને ધ્યાનમાં રાખી આરોગ્ય કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ,મશાલ રેલી,14 મી ઓગસ્ટના રોજ કિશાન મોરચા આયોજીત 75 ટેક્ટર અને 75 બુલેટ સાથેની રેલી ના આયોજન વિશે ચર્ચા કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application