મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરના વેલદા ગામે મહિલાને મોબાઈલ પર કેમ વાત કરે છે? તેમ કહી જેમ ફાવે તેમ નાલાયક ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ મારી નાંખવાની ધમકી આપનાર બે મહિલા સહીત ચાર જણા સામે પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, નિઝરના વેલદા ગામના જલારામ નગરમાં રહેતા વિધવા છાયાબેન યોગેશભાઈ પાડવીનો અશોક કાલુસીંગભાઈ પાડવી સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા જેથી છાયાબેન અને અશોક અવરનવર મોબાઈલ ફોન ઉપર વાત ચીત કરતા હતા.
જે વાતમી જાણ તારીખ ૧૬-૦૨-૨૦૨૫ નારોજ અશોક કાલુસીંગ પાડવીના બહેનો અને પિતાને થઈ ગઈ હતી જેથી અશોકની બહેન અંજનાબેન કાલુસીંગભાઈ પાડવી અને સંગીતાબેન કાલુસીંગભાઈ પાડવી નાઓ પોતાના હાથમાં લાકડી લઈ અને અશોકના ભાઈ સામસિંગ ઉર્ફે ઉખો કાલુસીંગભાઈ પાડવી તેમજ અશોકના પિતા કાલુસીંગ મારગ્યાભાઈ પાડવી આમ બધા મળી છાયાબેનને તેમન ઘરની બહાર બોલાવી કહેલ કે, અશોક સાથે મોબાઈલ પર કેમ વાત કરે છે? તેમ કહી જેમ ફાવે તેમ નાલાયક ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ મારી નાંખવાની ધમકી આપી હતી.
તેમજ અશોકની બંને બહેનો અંજનાબેન અને સંગીતાબેનએ તેમના હાથમાં રહેલ લાકડી વડે છાયાબેનને માથાના ભાગે અને હાથે પગે સપાટા મારી છાયાને લોહી લુહાણ કરી નાંખી હતી. તેમજ અશોકના ભાઈ સામસિંગ ઉર્ફે ઉખો કાલુસીંગભાઈ પાડવી અને તેમના પિતા કાલુસીંગ મારગ્યાભાઈ પાડવી નાઓએ પણ ઢીકમુક્કીનો માર મારતા છાયાબેનની સાસુ તારીબેન વચ્ચે પડતા તેમને પણ ઈજા પહોંચી હતી. બનાવ અંગે છાયાબેન યોગેશભાઈ પાડવીનાએ અશોકના બંને બહેનો, એક ભાઈ અને પિતા વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500