Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકાર્પણ પહેલા જ સિગ્નેચર બ્રિજ પર વાહનોની અવરજવર શરુ

  • February 20, 2024 

દ્વારકા અને ઓખા વચ્ચે બનેલો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થવાનું છે. જો કે લોકાર્પણ પહેલા જ સિગ્નેચર બ્રિજ પર વાહનોની અવરજવર થતી હોય તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે દ્વારકામાં સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ તેનો ઉપયોગ થઇ રહ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે.


ઓખા-દ્વારકા વચ્ચે બનેલા બ્રિજ પરથી કાર પસાર થતી જોવા મળી રહી છે. 4 જેટલા લોકો કારમાં સવાર થઇને સિગ્નેચર બ્રિજ પરથી પસાર થયા હતા. 25 ફેબ્રુઆરીએ PM લોકાર્પણ કરે તે પહેલા જ બ્રિજનો ઉપયોગ થતો જોઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. આ વીડિયોમાં કાર સાથે અન્ય એક ટેમ્પો પણ બ્રિજ પર જોવા મળ્યો. વીડિયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. આ અગાઉ પણ એક બાઇક ચાલકનો વીડિયો વાયરલ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application