ભારત સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સ્વચ્છ ભારત મિશન શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે એક માસ સુધી સ્વચ્છતા અભિયાનની વિવિધ પ્રવૃતિઓ શરૂ કરવામા આવેલ છે. ડાંગ જિલ્લામા તા.૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઓક્ટોબર સુધી “"સ્વચ્છતા હી સેવા (SHS)” ૨૦૨૩ કેમ્પેઇનની શરૂઆત કરવામા આવી છે. “ગાર્બેજ ફ્રી ઇન્ડિયા”ની થીમ સાથે શરૂ કરાયેલા આ કેમ્પેઇનનો ઉદેશ્ય “ગાર્બેજ ફ્રી ડાંગ” બનાવવાનો છે. જેના માટે દૈનિક ધોરણે સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. સાથે આ અભિયાનથી વિઝિબલ કિલનલીનેશ થાય તે માટે વિવધ આયોજનો હાથ ધરાયા છે. “સ્વચ્છતા હી સેવા (SHS)” ૨૦૨૩ કેમ્પેઇન હેઠળ મુખ્યત્વે દેખીતી રીતે સ્વચ્છતા વિઝિબલ કિલનલીનેશ અને સફાઈ મિત્રોના કલ્યાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામા આવ્યુ છે.
સ્વચ્છતા પ્રવૃતિઓનો મુખ્ય હેતુ સ્વૈચ્છિક શ્રમ દાનનો છે, જેમાં રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોના બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન નદી કિનારાના, પર્યટન સ્થળો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કિનારાના, ઘાટ નાળા વગેરે જાહેર સ્થળોની સાફ-સફાઈ અને બ્રાન્ડિંગ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નિષેધ સાથે સૂકા અને ભીના કચરાના ડબ્બાઓના ઉપયોગની સમજ હેતુ “હરા ગિલા સૂખા નીલા” ઝુંબેશ શરૂ કરી સ્વચ્છતા પ્રવૃતિઓ થકી દેખીતી રીતે સ્વચ્છતા વિઝિબલ કિલનલીનેશ થાય તે મુજબનુ આયોજન જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાએ કરવામા આવી રહ્યુ છે.
ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમા સ્વચ્છતાનો પ્રચાર પ્રસાર હાથ ધરાશે, જાહેર સ્થળોએ જેવા નદી કિનારા, ઘાટ, અભ્યારણ્યો, ઐતિહાસિક સ્મારકો પર સાફ સફાઇ, તમામ શાળા, આંગણવાડીઓ, જાહેર જગ્યાઓ ઉપર વૃક્ષારોપણ, સરકારી ઓફિસોની સાફ સફાઇ હાથ ધરવામા આવનાર છે. જેમા જિલ્લાના શિક્ષણ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, સરકારી કર્મચારીઓ સહભાગી થનારા છે. આ અભિયાન દરમિયાન જિલ્લાના તમામ શાળા-કોલેજોમા પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવનાર છે. જેમા તમામ શાળા, કોલેજમાં નિબંધ, ચિત્રકામ અને વક્તવ્ય સ્પર્ધાઓ યોજાનાર છે.
સાથે જ તમામ જાહેર સ્થળોની સાફ સફાઈ સાથે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરમાં સફાઈ મિત્રોનું હેલ્થ ચેકઅપ, ગામોમાં બ્લેક સ્પોટની સફાઈ, વૃક્ષારોપણ, સ્વચ્છતા સંકલ્પનુ આયોજન પણ કરવામા આવ્યુ છે. “સ્વચ્છતા હી સેવા” ૨૦૨૩ અંતર્ગત આહવા, વઘઇ અને સુબિર તાલુકામા સ્વસહાય જૂથોની બહેનો દ્વારા તા.૨૦/૯/૨૦૨૩ થી તા.૨૪/૯/૨૦૨૩ સુધી ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, ગામના જાહેર સ્થળો વગેરે પર સાફ- સફાઈનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા તા.૨૪/૯/૨૦૨૩ના રોજ ડાંગ જિલ્લાના માન રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ ગુજરાત રાજ્યના અધ્યક્ષતામા સ્વચ્છતાકીય કામગીરી સાથે સંકળાયેલ સફાઈ કામદારો, તેમજ સ્વ-સહાય જૂથના બહેનોનુ સન્માન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500