Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વારાણસી જિલ્લા જજનો આદેશ : જ્ઞાનવાપી પરિસરમાં ASI દ્વારા ચાલી રહેલ સર્વેમાં મળેલા પુરાવાને સુરક્ષિત રાખવામાં આવે

  • September 14, 2023 

વારાણસી જિલ્લા જજ ડો.અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે આજે પોતાના એક આદેશમાં કહ્યું કે, જ્ઞાનવાપી પરિસરમાં ASI દ્વારા ચાલી રહેલા સર્વેમાં મળેલા પુરાવાને સુરક્ષિત રાખવામાં આવશે. કોર્ટે આ આદેશ શૃંગાર ગૌરી કેસની મુખ્ય વાદી રાખી સિંહની અરજી પર સુનાવણી કર્યા બાદ આપ્યો છે. ASIને એમ પણ કહેવામાં આવ્યું છે કે, સર્વેમાં મળેલા તમામ પુરાવાની એક યાદી બનાવીને જિલ્લા મજિસ્ટ્રેટ અને કોર્ટને સોંપવવામાં આવે. શ્રૃંગાર ગૌરી કેસની વાદી નંબર એક રાખી સિંહે કોર્ટમાં અરજી દાખલ કરીને જ્ઞાનવાપી સંકુલમાં મુસ્લિમોના પ્રવેશને રોકવા, ASI સર્વેમાં મળેલા પુરાવાઓ અને સમગ્ર જ્ઞાનવાપી પરિસરને સુરક્ષિત અને રક્ષણ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપવાની માંગ કરતી અરજી કોર્ટમાં આપી હતી.



તારીખ 8 સપ્ટેમ્બરના રોજ વાદીના વકીલો માન બહાદુર સિંહ, સૌરભ તિવારી અને અનુપમ દ્વિવેદીએ માંગના સમર્થનમાં પૂરજોશમાં વકાલાત કરી હતી. વકીલોએ પોતાની દલીલમાં જણાવ્યું કે, કોર્ટ કમિશન કાર્યવાહી દરમિયાન જે પણ પુરાવા મળ્યા હતા તેને ASI પણ ગંભીરતાથી લઈને અધ્યયન કરી રહી હતી. કારણ કે, અગાઉ સર્વે દરમિયાન મુસ્લિમ પક્ષ દ્વારા સર્વે અને પુરાવાને લઈને વિરોધ અને વાંધો નોંધાવ્યો હતો. તેથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પ્રતિવાદી અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટીના પરિસરમાં રહેતા લોકો તેને નુકસાન પહોંચાડી શકે છે. આ અંગે અંજુમન દ્વારા વાંધો પણ નોંધાવામાં આવ્યો હતો. કોર્ટે સુનાવણી પૂરી કરી ફાઈલો સુરક્ષિત રાખતા આદેશ માટે તારીખ 13 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. વકીલોની હડતાળના કારણે નક્કી તારીખ પર આદેશ ન આવી શક્યો. અદાલતે આજે પોતાના આદેશમાં એમ પણ કહ્યું કે, જ્યારે પણ કોર્ટ પુરાવા માટે સમન્સ પાઠવશે ત્યારે ASIએ પુરાવા લઈને આવવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application