વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક સવારે પાર્ક કરેલ એક કારમાં અચાનક આગ લાગી જતા દોડધામ મચી હતી.
વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક દરબાર હોટલની પાછળ જઈ રહેલી કાર માંથી પેટ્રોલ લિક થતા ધુમાડા નીકળતા જ ચાલક બહાર નીકળી ગયા હતા અને ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને લઈ વાપી ફાયર-બ્રિગેડને જાણ કરતા ફાયર-બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોકે આ આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કારનો ચાલક આગ લાગવા પહેલા જ બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
એક્સપર્ટ વિજય ભંડારીના મત અનુસાર, કારમાં આગ લાગવાના કારણ ઘણાં હોઈ શકે છે, પરંતુ જ્યારે કાર સીએનજી હોય ત્યારે લિકેજના કારણે અથવા તો કારમાં વાઈરીંગમાં શોર્ટ-સર્કિટ થવાથી પણ આગ લાગવાની સંભાવના હોઈ શકે છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500