Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂની 270 બોટલ સાથે બાપ-દીકરા ઝડપાયા

  • February 12, 2021 

પારડી પોલીસે સારણ ગામે બ્લોઝમ કંપની નજીક ખાડી કિનારે છાપો મારી 4 ઈસમો ને દારૂની 270 બોટલો તથા ટીન સાથે ઝડપી પાડ્યા હતા. જે બાદ પોલીસે દારૂ અંગે 4 ઈસમો પાસે પાસ પરમીટ માંગી હતી પરંતુ 4 ઈસમો પૈકી કોઈ પાસે પાસ પરમીટ ન હતા.

 

 

આ ચાર ઈસમોમાં ત્રણ તો સગા બાપ દીકરા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ચીરાગ કનુ પટેલ, કનુ નાનુ પટેલ, તથા ભાવાનીક ઉર્ફે ભૌનીક વિજય પટેલને ઝડપી પાડી તેમની સામે પ્રોહી.એક્ટની કલમ મુજબ પારડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application