Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદાનાં નાની ભમતી ગામ નજીક રસ્તા પર વૃક્ષ પડતાં કલાકો સુધી ટ્રાફિક જામ : લોકોની મદદથી વૃક્ષ દૂર કરી પુન:વાહન વ્યવહાર શરૂ થતાં ચાલકો રાહત અનુભવી

  • July 13, 2022 

નવસારીનાં વાંસદા તાલુકામાં ભારે વરસાદનાં પગલે નાની ભમતી ગામ નજીક મેઈન રસ્તા પર નીલગીરીનું વૃક્ષ પડતાં કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. પરંતુ ગામ લોકોની મદદથી વૃક્ષ દૂર કરી પુન:વાહન વ્યવહાર શરૂ કરાતા વાહન ચાલકો હાશ અનુભવી હતી. વાંસદા તાલુકાનાં નાની ભમતી ગામ પાસે સવારે ભારે વરસાદને પગલે સવારે 7 કલાકે નીલગીરીનું મસમોટુ વૃક્ષ રોડ પર ધરાશાયી થયું હતું.




જેથી કોઈ વાહન આવતું નહીં હોવાથી જાનહાનિ ટળી હતી. આ માર્ગ 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે. આ ઘટના બની ત્યારે કોઈ વાહન ચાલક ત્યાંથી પસાર નહીં થતા મોટો અકસ્માત બનતો અટક્યો હતો. આ મસમોટા નીલગીરીનું વૃક્ષ રોડ પર પડતા સાપુતારા જતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોની કતારો લાગી હતી અને બંને બાજુ વાહનોની દૂર સુધી કતારો લાગી ગઈ હતી. ગામના સરપંચ અને આગેવાનોની મદદથી વૃક્ષને જેસીબીથી દૂર કરી વાહનવ્યવહાર પુનઃ પૂર્વવત કરતાં વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application