Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ પોલીસે કારમાંથી રૂપિયા 1.51 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો

  • June 22, 2024 

વલસાડ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીને આધારે ગોઈમાં ગામે વોચ ગોઠવાઈ હતી. ત્યારે નંબર વગરની ઓડી કાર આવતા પોલીસ કર્મીઓએ તેને અટકાવવા ચાલકને ઈશારો કર્યો હતો. જોકે આ મસેય ચાલકે કાર હંકારી મૂકી હતી. જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલકે આસમા રોડ તરફ તેની કારને હંકારી હતી. જે બાદ ગોઈમાં રાબડી રોડ ઉપર કાર ઉભી રાખી કારમાં સવાર બે શખ્સો ફરાર થઈ ગયા હતા.

પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 1212 જેની કિંમત રૂપિયા 1.51 લાખ હતી. વધુમાં તપાસ દરમિયાન ઓડી કારનો ચાલક સુજીત ઉર્ફે સુજીયો હર્ષદભાઈ પટેલ (રહે.ગોઈમાં તા.પારડી) અને બીજો ઈસમ કેયુર રોહિત ભંડારી (રહે.બારડોલી) ભાગી ગયા હોવાનું બહાર આવતાં તે બંનેને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે સ્થળ પરથી દારૂનો કુલ 11.51 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application