ડોલવણના ચુનાવાડી ગામની સીમમાં આવેલ અંબિકા નદીમાંથી માછલી પકડવા સ્ફોટક પદાર્થનો ઉપયોગ કરતા બે ઈસમોને એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી પાડ્યા છે, જોકે સ્ફોટક પદાર્થનો જથ્થો આપનાર સોનગઢના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ગતરોજ ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામની સીમમાં ધોબી ફળીયા પાસે અંબિકા નદીનાં કિનારે માછલી પકડવા સ્ફોટક પદાર્થનો ઉપયોગ કરતા (૧) નારણભાઇ લક્ષ્મણભાઇ ચૌધરી (ઉ.વ.૬૦) રહે,ખરજઇ કણબી ફળીયુ, તા.વાંસદા જી.નવસારી તથા (૨) અશોકભાઇ કાંતિલાલભાઇ ગામીત (ઉ.વ.૪૪) રહે, ભેંસકાત્રી,નાકા ફળીયું, તા.વઘઇ, જી.ડાંગ નાઓને ઝડપી પાડી તેઓના કબજામાંથી જીલેટીન ટોટામાંથી કાઢેલ વિસ્ફોટક પદાર્થની પ્લાસ્ટીકની પોટલીઓ નંગ-૦૫ તથા સાદી વાટવાળી કેપ નંગ-૦૩ નો ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરી પોતાની તેમજ અન્યની જીંદગી જોખમાય અને જાનમાલને નુકસાન થાય તે રીતે રાખી જિલ્લા એસઓજી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસે વધુ તપાસ અને પૂછ પરછ હાથ ધરતા તેઓના કબ્જામાંથી મોબાઇલ નંગ-૦૨ તેમજ સ્ફોટક પદાર્થ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે સ્ફોટક પદાર્થનો જથ્થો પૂરો પાડનાર સુમનભાઇ ગામીત રહે,સાદડકુવા ગામ તતા.સોનગઢ નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500