સરકારે ગુજરાત રમખાણો પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટરી શેર કરતા યુટ્યુબ વીડિયો અને ટ્વીટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ડોક્યુમેન્ટરીનું પ્રસારણ પણ ઘણા દેશોમાં થયું છે.ગુજરાત રમખાણો પર BBCની ડોક્યુમેન્ટ્રી સામે સરકારે વાંધો ઉઠાવ્યો છે. જે બાદ આ ડોક્યુમેન્ટરી શેર કરતા યુટ્યુબ વીડિયો બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ સિવાય 50થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ IT નિયમો, 2021 હેઠળ કટોકટીની સત્તાનો ઉપયોગ કરીને બીબીસીની ડોક્યુમેન્ટરીને લગતી ડોક્યુમેન્ટરી શેર કરતી યુટ્યુબ વીડિયો અને 50 થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવાનો આદેશ પણ આપ્યો છે. જે બાદ યુટ્યુબ અને ટ્ટીટરએ સૂચનાઓ હેઠળ વીડિયો અને ટ્વીટ્સને બ્લોક કરી દીધા છે.
બીબીસી ડોક્યુમેન્ટ્રી પર સરકારે નારાજગી વ્યક્ત કરી
બીબીસીની આ ડોક્યુમેન્ટ્રી પર સરકારે નારાજગી વ્યક્ત કરી છે. આ ડોક્યુમેન્ટરી ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી, પરંતુ કેટલીક યુટ્યુબ ચેનલોએ ભારત વિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે તેને અપલોડ કરી હતી. આ વિવાદાસ્પદ બીબીસી દસ્તાવેજી શ્રેણીની નિંદા કરતા,ભારત સરકારે તેને પ્લેટફોર્મ પરથી હટાવી દીધી. આ જ સૂત્રો કહે છે કે યુટ્યુબને હવે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો તેમના પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરવામાં આવશે તો તેને બ્લોક કરી દેવામાં આવશે. તેમજ ટ્વિટરને ડોક્યુમેન્ટરી શેર કરતી ટ્વિટને ઓળખવા અને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.
બીબીસીની આ ડોક્યુમેન્ટ્રીમાં શું છે?
બીબીસી ડોક્યુમેન્ટરીનો પહેલો ભાગ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો પર આધારિત છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ડોક્યુમેન્ટ્રીમાં પીએમ મોદીની રાજકીય સફરની વાત કરવામાં આવી છે. આ સિવાય આરએસએસ,બીજેપીમાં તેમના વધતા કદ વિશે પણ વાત કરવામાં આવી છે. બીબીસીએ આ ડોક્યુમેન્ટરી ભારત સિવાય ઘણા દેશોમાં પ્રસારિત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500