Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન આવતીકાલે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બજેટ રજૂ કરશે

  • July 22, 2024 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન મંગળવારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બજેટ રજૂ કરશે. આ સાથે નિર્મલા સીતારામન તેમનું સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે અને તેઓ મોરારજી દેસાઈ દ્વારા સતત છ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તોડશે. જોકે સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ હજુ પણ મોરારજી દેસાઈના નામે જ રહેશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન આગામી મહિને ૬૫ વર્ષનાં થઈ રહ્યાં છે. તેમને ૨૦૧૯માં ભારતના પહેલાં પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બનાવાયા હતા.


ત્યારથી તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરીને સતત છ બજેટ રજૂ કર્યા હતા. હવે તેઓ સાતમું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. મોરારજી દેસાઈએ વર્ષ ૧૯૫૯થી ૧૯૬૪ વચ્ચે સતત પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યા હતા. વધુમાં મોરારજી દેસાઈએ અત્યાર સુધીમાં કુલ ૧૦ વખત બજેટ રજૂ કર્યા છે. એ જ રીતે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે નવ વખત જ્યારે પ્રણવ મુખરજીએ આઠ વખત બજેટ રજૂ કર્યા છે.


દેશમાં અત્યાર સુધીમાં સૌથી લાંબુ બજેટ ભાષણ નિર્મલા સીતારામને ૧, ફેબુ્રઆરી ૨૦૨૦ના રોજ ૨.૪૦ કલાકનું આપ્યું હતું. વર્ષ ૧૯૭૭માં હીરુભાઈ મુળજીભાઈ પટેલનું વચગાળાનું ૮૦૦ શબ્દોનું ભાષણ સૌથી નાનું બજેટ ભાષણ છે. નિર્મલા સીતારામન ૨૦ જૂનથી જ ટ્રેડ યુનિયનો, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રો, એમએસએમઈ, અર્થશાસ્ત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યાં છે. પાછલા પૂર્ણ કેન્દ્રીય બજેટની જેમ મંગળવારે રજૂ થનારું બજેટ પણ પેપરલેસ હશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News