આજે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને જાહેરાત થાય તેવી શક્યતા છે. સમાન નાગરીક કાયદા મુજબ તમામને એક જ અધિકાર આપવામાં આવશે. ત્યારે વિગતવાર જાણો યુનિફોર્મ સિવિલ કોડ શું છે.
એક દેશ એક નિયમ લાગુ કરવા માટેનો કાયદો
યુનિફોર્મ સિવિલ કોડતમામ ધાર્મિક સમુદાયો માટે એક દેશ એક નિયમ લાગુ કરવા માટેનો કાયદો છે. ભારતીય બંધારણની કલમ 44 ના ભાગ 4 માં યુનિફોર્મ સિવિલ કોડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે. કલમ 44 મુજબ, રાજ્ય ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે. આ કોડ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વારસો, દત્તક અને ઉત્તરાધિકાર જેવા ક્ષેત્રોને આવરી લે છે. આ સંહિતા એ આધાર પર આધારિત છે કે આધુનિક સભ્યતામાં ધર્મ અને કાયદા વચ્ચે કોઈ સંબંધ નથી. ભારતીય બંધારણના નિર્દેશક સિદ્ધાંતોની કલમ 44 નો હેતુ સંવેદનશીલ જૂથો સામેના ભેદભાવને દૂર કરવાનો અને સમગ્ર દેશમાં વિવિધ સાંસ્કૃતિક જૂથોને સુમેળ સાધવાનો છે.
1835માં તેનો અહેવાલ રજૂ કર્યો
યુનિફોર્મ સિવિલ કોડને લઈને બ્રિટિશ સરકારે 1835માં તેનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં ગુનાઓ, પુરાવાઓ અને કરારો સંબંધિત ભારતીય કાયદાના સંહિતાકરણમાં એકરૂપતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ કારણે યુનિફોર્મ સિવિલ કોડ જરૂરી
ભારતમાં જાતિ અને ધર્મના આધારે જુદા જુદા કાયદા અને લગ્ન અધિનિયમ છે. તેના કારણે સામાજિક માળખું બગડી ગયું છે. આ જ કારણ છે કે દેશમાં સમાન નાગરિક સંહિતાની માંગ કરવામાં આવી છે જે તમામ જાતિ,ધર્મ,વર્ગ અને સંપ્રદાયને એક વ્યવસ્થા હેઠળ લાવે છે. એક કારણ એ છે કે અલગ-અલગ કાયદાઓને કારણે ન્યાયતંત્રને પણ અસર થાય છે. હાલમાં, લોકો લગ્ન, છૂટાછેડા વગેરે જેવા મુદ્દાઓના સમાધાન માટે પર્સનલ લો બોર્ડમાં જાય છે. ખાસ કરીને મહિલાઓ અને ધાર્મિક લઘુમતીઓનો સમાવેશ થાય છે જ્યારે આ કોડ બનાવવામાં આવશે ત્યારે તે કાયદાઓને સરળ બનાવશે. જે હાલમાં હિન્દુ કોડ બિલ, શરિયા કાયદો અને અન્ય જેવી ધાર્મિક માન્યતાઓના આધારે અલગ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500