Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ:ગાંધીનગર ગામ પાસે બાઈક ઉપર સવાર પતી-પત્નીને અકસ્માત નડ્યો, પત્નીનું મોત

  • November 21, 2020 

ઉચ્છલના ગાંધીનગર ગામ પાસે બાઈક ઉપર સવાર પતી-પત્નીને અકસ્માત નડ્યો હતો, આ અકસ્માતમાં પતિને શરીરે ઈજા પહોચી હતી જયારે પત્નીનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.

 

 

મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના રાયગઢ ગામના નિશાળ ફળીયામાં રહેતા કલ્પેશભાઈ દાસુભાઈ વળવી અને તેમના પત્ની રાજેશ્વરીબેન કલ્પેશભાઈ વળવી બંને જણા મોટર સાયકલ નંબર જીજે/26/એલ/6545 ઉપર સુરતથી પરત થઇ રહ્યા હતા તે દરમિયાન ગતમોડી સાંજે ઉચ્છલ તાલુકાના ગાંધીનગર ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નંબર 53 ઉપર કલ્પેશભાઈએ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા હાઇવે ટ્રેક અને સર્વિસ રોડની વચ્ચે આવેલ ડીવાઈડર સાથે મોટર સાયકલ અથડાતા કલ્પેશભાઈને માથાના ભાગે તેમજ કમરના ભાગે તથા શરીરે ઓછી વધતી ઈજાઓ પહોચી હતી, જોકે તેમની પત્ની રાજેશ્વરીબેન વળવી ને માથાના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે જેહેરસિંગ રણજીતસિંગ પાડવી રહે, લેકુરવાડી ગામ, નિશાળ ફળિયું તા.નિઝર નાઓની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application