Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનીનાં નાટયશાસ્ત્રને ‘યુનેસ્કો’એ તેનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સ્થાન આપ્યું

  • April 19, 2025 

શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનીનાં નાટયશાસ્ત્રને ‘યુનેસ્કો’એ તેનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સ્થાન આપ્યું છે. યુનેસ્કોનું આ ‘રજિસ્ટર’ અસામાન્ય મૂલ્યો ધરાવતાં પુસ્તકોનું ડોક્યુમેન્ટેશન કરી તેને વિશ્વ વિરાસતમાં સ્થાન આપે છે. યુનેસ્કોનાં આ પગલાં અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડીયા ઉપર લખ્યું, ‘આ વિશ્વભરમાં પથરાયેલા દરેક ભારતીય માટે એક ગર્વની ક્ષણ છે.' તેમાં કાલાતીન તેમાં ભારતનાં જ્ઞાન અને રાષ્ટ્રની સાંસ્કૃતિક સમૃદ્ધિ તે દ્વારા સ્વીકૃતિ કરવામાં આવી છે. ગીતા અને નાટયશાસ્ત્રએ આપણી સમાજ રચનામાં સિંચન કર્યું છે, અને સૈકાઓ સુધી રાષ્ટ્રના આત્માને ચેતનવંત રાખ્યો છે. તેમાં રહેલું ગહન જ્ઞાન, સૈકાઓ સુધી વિશ્વને પ્રોત્સાહિત રાખશે. અઢાર અધ્યાયના ૭૦૦ શ્લોકમાં યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. તેમાં યુદ્ધ શરૂ થાય તે પૂર્વે અર્જુને ભગવાનને બંને સેનાઓ વચ્ચેથી રથ પસાર કરવા કહે છે.


પરંતુ તે દરમિયાન બંને તરફની સેનાઓમાં સગાં-સંબંધીઓને ઉભેલા જોઈ ઝ્ર પ્યેયિં  (લડવું જ નથી) તેમ કહી રથના ખૂણામાં બેસી જાય છે, તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ જે બોધ આપે છે તે સંદર્ભમાં અર્જુન જે પ્રશ્નો પૂછે છે, તેનો સમુચ્યય તે શ્રીમદ્ ભગવદ ગીતા છે. તે ગ્રંથનો અંગ્રેજી અનુવાદ વાંચી મહાત્મા, હેની ડેવિડ થોરોએ કહ્યું હતું કે કાર્યરત રહીને પણ માનવી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, તે જ્ઞાન આપતો આ ગ્રંથ અદ્ભૂત છે. એક સમયે યુએન મહાસમિતિના પ્રમુખપદે રહેલા દક્ષિણ કોરિયાના પ્રમુખ 'ખાન-કી-મૂને' તો સૂચન કર્યું હતું કે, આ ગ્રંથનો વિશ્વભરમાં પ્રચાર કરવો જોઈએ. ‘ભરત-નાટયમ્’ ગ્રંથ 'ભંડારકર ઓરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટે' મૂળ ગ્રંથ જે ભોજપત્ર પર લખાયો હતો. તે પ્રાપ્ત કરી સાચવી રાખ્યો છે.


ઈસુ પૂર્વેની બીજી સદીમાં લખાયેલા ૩૬૦૦૦ શ્લોકના આ ગ્રંથને 'ગંધર્વવેદ' કહેવામાં આવે છે. આ ગ્રંથમાં નાટયનાં બહુવિધ્ પાસાંઓ રંગભૂમિ કેવી હોવી જોઈએ અને કેવા દર્શકો (કઈ કક્ષાના દર્શકો) સમક્ષ કઈ કક્ષાનાં નાટયની રજૂઆત કરવી જોઈએ ત્યાંથી તો તેનો પ્રારંભ થાય છે. તેમાં નાટય (કથાનક) અભિનય, રસ, ભાવ, કેવા હોવા જોઈએ તે દર્શાવાયું છે. ઉપરાંત નાટયમાં 'મુદ્રા' અને 'કર્ણ' વિષે જણાવાયું છે. 'ભરત નાટયમ્' તે આજે પણ માત્ર ભારતમાં જ નહીં દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રચલિત છે. મલાએશિયા અને ઈન્ડોનેશિયા તો મુસ્લીમ દેશો છે તેમ છતાં ત્યાં રામાયણ અને મહાભારતની કથા આજે પણ નાટય તરીકે દર્શાવાઈ રહી છે.


આ સાથે તેમજ નાટયના અંક અને પ્રવેશ કઈ રીતે રચવા, અંકમાં જો વીર રસ હોય તો વીર રસ પ્રોત્સહિત કરતું સંગીત અને ગીત હોવું જોઈએ. જ્યારે કરૂણ ઘટના હોય તો કરૂણ ગીત અને 'પૂર્વી' રાગનું સંગીત હોવું જોઈએ. ષડ્ઝથી નિષાદ અને પાછો ષડજને તે સમાસ્વર તેમજ શાંત, શ્રૃંગાર, વીર, કરૂણ, ભયાનક અને બિભત્સ તેમ સાત રસ જણાવતાં કહેવાયું છે કે વાસ્તવમાં બિભત્સ ને ભયાનકમાં પણ આવરી લેવાતાં મુખ્ય છ રસ રહે છે, માટે તો ષટ્ ઋતુ અને ષેટરસ કહેવાયાં છે. ભરત મુનિએ કહ્યું છે કે રસ જ ન હોય તો કાવ્ય, નાટય, કથા કે સંગીત નિરર્થક બની રહે છે. આ બંને મહાન ગ્રંથો આજે પણ વિશ્વ વિરાસત રહ્યાં છે. તેની દશકો પછી પણ યુનેસ્કોએ આપેલી સ્વકૃતિ ભારતીય સંસ્કૃતિનું મહત્વ અને અવિનાશિત્વ દર્શાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application