સુરત શહેરનાં સરથાણામાં 40 વર્ષીય યુવાન અને કાપોદ્રામાં 41 વર્ષીય યુવાનની કામ કરતી વખતે તબિયત લથડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, સરથાણામાં બાપાસીતારામ ચોક પાસે ઝુપડામાં રહેતો 40 વર્ષીય માલા સીરકા ભુરીયા શુક્રવારે રાત્રે ઘર પાસે નાસ્તાની લારી બંધ કરીને પગપાળા ઘરે આવવા નીકળ્યો હતો.
તે સમયે ઘર નજીક અચાનક તેની તબિયત બગાડતા બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ મધ્યપ્રદેશનો વતની હતો. તેને એક સંતાન છે. બીજા બનાવમાં સિંગણપોરમાં હરી દર્શન ખાડા પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતો 41 વર્ષીય ઉમેશ નંદલાલ પાલ ગત રાત્રે કાપોદ્રામાં વડવાડા સર્કલ પાસે બંગ્લામાં કલર કામ કરતો હતો. તે સમયે તેની અચાનક તબિયત બગડતા બેભાન થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application