વ્યારાના ટિચકપૂરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર ગતરોજ એક ટેમ્પો ચાલક ચાલકે પોતાના કબજા હેઠળનું વાહન પુઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલક જયદીપ કુમાર ચૌધરી રહે.જુની દાદરી ફળિયું કોહલી ગામ તા.વ્યારા. અને તેની સાથે બાઈક પાછળ બેસેલ મિત ચૌધરી રહે.ગોડાઉન ફળિયું ખુશાલપૂરા ગામ તા.વ્યારા નાઓના રોડ ઉપર પટકાતા બંને યુવકોને ગંભીર હાલતમાં સારવાર માટે વ્યારા ખાતે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન જયદીપકુમાર ચૌધરી નું મોત નિપજ્યું હતું.
જોકે આ દરમિયાન વધુ સારવાર માટે સુરત ખાતે રીફર કરવામાં આવેલ મિત ચૌધરીનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ અકસ્માતમાં બનાવ વ્યારા પોલીસએ ફરિયાદના આધારે ટેમ્પો ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application