વ્યારાના ચાંપાવાડી ગામે ઝાડ ઉપર રહેલા મધપૂડા પરથી એકાએક માખીઓ ઉડતા ઝાડ પાસે ઊભા રહેલા બે વ્યક્તિઓ પાછળ કરડવા માટે દોડતા માખીઓના ઝુંડથી બચવા બંને વ્યક્તિ નહેરમાં કુદી પડ્યા હતા જે પૈકી એક વ્યક્તિ નહેરમાંથી બહાર નીકળ્યા હતા જ્યારે અન્ય એકનું પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતુ.
મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે નિશાળ ફળિયામાંથી પસાર થતી ઉકાઇ ડાબા કાંઠા નહેરમાં રસિકભાઈ દશરીયાભાઈ ગામીત રહે.ચાંપાવાડી ગામ, નિશાળ ફળિયું, તા.વ્યારા નાઓનો ગત તા.7મી મેના રોજ ગામમાં આવેલ પ્રકાશ ગમનભાઇ ગામીતની દુકાન પર બેસેલા હતા. તે દરમિયાન આ દુકાનની નજીકમાં આવેલ ઝાડ ઉપરથી મધમાખીનું ઝુંડ અચાનક ઉડ્યું હતું અને તેમાં રહેલી માખીઓના ઝુંડ વ્યક્તિઓને કરડવા પાછળ દોડ્યા હતા.
જોકે મધમાખીના ડંખથી બચવા માટે રસિકભાઈ સાથે અન્ય એક વ્યક્તિ ચંપકભાઈ આ બંને નજીકમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરનાં પાણીમાં કુદી પડ્યા હતા, જેમાં ચંપકભાઈ તરવૈયા હોય સહીસલામત પાણીમાંથી પરત નીકળી આવ્યા હતા, જ્યારે રસિકભાઈ નહેરનાં પાણીમાં ડૂબી ગયા હતા. તેમની લાશ તણાઈને ચાંપાવાડી દાદરી ફળિયામાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરનાં પાણીમાંથી સાંજનાં પાંચ વાગ્યાના સુમારે વાગે મળી આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500