નંદુરબાર શહેરના રેલવે સ્ટેશન પરથી ચેન્નઈથી જોધપુર જઈ રહેલી એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ ડબ્બામાં રાજસ્થાનના વતની બે મુસાફરો અને અન્ય એક મુસાફર વચ્ચે બેસવાની સીટને લઈ બબાલ થઈ હતી. ત્યારબાદ એક ઈસમે તેના મિત્રોને નંદુરબારના રેલવે સ્ટેશન બોલાવ્યા બાદ બે મુસાફરો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેને કારણે એક ૨૭ વર્ષના મુસાફરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ભુસાવળ રેલવે સ્ટેશન પરથી ચેન્નઈ જોધપુર એક્સપ્રેસ ટ્રેનના જનરલ બોગીમાં મુસાફરી કરવા આવેલા એક વ્યક્તિએ બેઠકને મુદ્દે રાજસ્થાનના સુમેરસિંગ જબરસિંગ રાજપૂત (ઉ.વ.૨૭) અને પરબત ડુંગરસિંગ પરિહાર સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ તેણે નંદુરબારમાં રહેતા તેના ૧૫ સાથીદારોને ફોન કરી સ્ટેશન પર બોલાવી લીધા હતા. દરમિયાનમાં નંદૂરબાર સ્ટેશને ફરી તકરાર કરી તેઓએ બે રાજસ્થાની મુસાફરો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેથી તેઓને સારવાર અર્થે નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સુમેરસિંગ જબરસિંગ રાજપૂત (ઉ.વ. ૨૭, રહે. ગુડિયાલા, જિ. જોધપુર)નું સારવાર દરમિયાન સોમવારે ૧૧વાગ્યે મોત નીપજ્યું હતું. તેના લગ્ન બાર દિવસ બાદ ૨૦ ફેબ્રુઆરીના રોજ થવાના હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application