Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:કારમાં લઈ જવાતો ઈંગ્લીશદારૂ સાથે બે જણા ઝડપાયા 

  • October 13, 2020 

તાપી જીલ્લા એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢ-વ્યારા નેશનલ હાઇવે માર્ગ પરથી એક કાર ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન હુન્ડાઈ કંપની ની કાર નંબર જીજે/05/જેઈ/5198 માંથી ઈંગ્લીશદારૂ બીયરના બોક્ષ નંગ-10 જેની કિંમત રૂપિયા 24,000/- તથા વિસ્કીની બોટલ નંગ-2 જેની કિંમત રૂપિયા 4,000/- તથા મોબાઈલ નંગ 3 જેની કિંમત રૂપિયા 19,000/- તેમજ કાર ની કિંમત રૂપિયા 2,00,000/- મળી કુલ રૂપિયા 2,47,000/- ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

 

આ બનાવ માં કારમાં સવાર સુરેશભાઈ એકનાથ પાટીલ રહે, ચલથાણ,સુરત અને સૌરભભાઈ શંકરભાઈ અગ્રવાલ રહે, ઘોડ દોડ રોડ-સુરત નાઓની અટક કરી પૂછ પરછ હાથ ધરવામાં આવતા કાકા વાઈન શોપ નવાપુર નો  માલિકે દારૂ ભરાવી આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી એક જણાને વોન્ટેડ જાહેર કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application