વાપી તાલુકાનાં સલવાવ ગામે બે ઇસમો એક મહિલાનો વારંવાર પીછો કરતા હોવાથી તે વાત મહિલાના પુત્રને ખબર પડી ગઈ હતી. આથી તેણે તે શખ્સોને મહિલાનો પીછો નહીં કરવા સમજાવવા પ્રયાસ કરતા તેને તથા અન્ય એકને મારમરાયો હતો. આ ઘટનાનામાં બંને આરોપી સામે મામલો કોર્ટમાં ચાલી જતા પ્રિન્સી. સીની. સિવિલ એન્ડ એડી. ચીફ જ્યુડી. કોર્ટ. વાપીના વિદ્વાન ન્યાયાધીશ બી.જે.પટેલે આ કેસના બંને આરોપીને તકસીરવાર ઠેરવી છ મહિનાની સખત કેદ તથા રૂપિયા ૨૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જોકે સ્નેહલ સુભાષ પટેલ અને નિશાંત દિલીપ પટેલ ભેગા મળી એક મહિલાનો દરરોજ પીછો કરતા હતા.
આથી તે મહિલાના પુત્રને તે વાતની જાણ થઈ જતા તેમણે તેની માતાનો પીછો કરતા બંને શખ્સોને સમજાવવા ગત તારીખ ૨૮-૪-૨૪ નારોજ રાત્રિના દશેક વાગ્યે પ્રયાસ કર્યો હતો. આ સમયે આરોપીઓએ મહિલાનો દીકરા જશ તથા સાહેદ રાજ પ્રવિણભાઈને લાકડી વડે તથા ઢીકામુકીનો મારમારી ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, તેઓને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આખરે આ મામલે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે બંને આરોપીની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલો વાપી કોર્ટમાં પહોંચ્યો હતો. જેની સુનાવણીમાં સરકારી વકીલ મુકેશ પાટણવાડિયાની ધારદાર દલીલો માહ્ય રાખી વિદ્વાન ન્યાયાધીશ બી.જે.પટેલે આ કેસના આરોપી સ્નેહલ સુભાષ પટેલ તથા નિશાંત દિલીપ પટેલને આઈ પી સી ૩૫૪ (ડી)માં ૬ માસની સખત કેદની સજા તથા આઇપીસી ૩૨૩માં ૧ માસ સાદી કેદની સજા તથા બંને આરોપીને ૨૦,૦૦૦, ૨૦,૦૦૦નો દંડ ફટકારતી સજા કરતો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application