Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારનાં જળ શક્તિ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું

  • December 02, 2022 

કેન્દ્ર સરકારનાં જળ શક્તિ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું. હેકર્સે ક્રિપ્ટો વોલેટ એપની ઓનલાઈન જાહેરાત ટ્વીટ કરીને અનેક મંત્રાલયોનાં ટ્વિટર એકાઉન્ટ્સને ટેગ કર્યા હતા. સાઈબર એક્સપર્ટ્સે હેકિંગની તપાસ હાથ ધરી હતી. જળ શક્તિ મંત્રાલયનાં ટ્વિટર એકાઉન્ટને હેક કરીને હેકરે તેમાંથી ટ્વીટ્સ કરી હતી. એક ટ્વીટમાં ક્રિપ્ટો વોલેટ સુઈ વોલેટ એપની જાહેરાત પોસ્ટ કરી હતી.




વોલેટનો લોગો, એકાઉન્ટનો પ્રોફાઈલ વગેરે એ પોસ્ટમાં મૂકવા ઉપરાંત કેટલાક મંત્રાલયનો ટેગ કરીને ટ્વીટ કરી હતી. જળ શક્તિ મંત્રાલયનાં ટ્વીટર પ્રોફાઈલમાં રાષ્ટ્રધ્વજનું ડીપી સેટ કરાયું હતું. હેકર્સે એ બદલીને સુઈ એપનો લોગો મૂકી દીધો હતો. હેક થયા બાદ સાઈબર એક્સપર્ટ્સે જળ શક્તિ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરી લીધું હતું. હેકર્સે કરેલી ટ્વિટ હટાવી દેવાઈ હતી. એકાઉન્ટ કેવી રીતે હેક થયું તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. હેકર્સનું પગેરું મેળવવાની કવાયત શરૂ થઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application