ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. હાલમાં આઈ.પી.એસ. અધિકારીઓની બદલી પછી હવે આરોગ્ય વિભાગમાં બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એકસાથે 16 જેટલા જિલ્લા આરોગ્ય અધિકારીની બદલીનો આદેશ કર્યો છે. જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)ઓમાં પોરબંદરના ડો.કવિતા જે. દવેને મોરબી,બનાસકાંઠા પાલનપુરના ડો.એસ.એમ. દવેને પોરબંદર,અમરેલીના ડો. જયેશ એચ. પટેલને બનાસકાંઠા પાલનપુર,ગીર સોમનાથના ડો.એચ. એચ. ભાયાને જામનગર,બોટાદના ડો.રાજેન્દ્ર રંગુનવાલાને નવસારી,કચ્છ ભુજના ડો.જનકકુમાર માઢકને નર્મદા,અને સુરતના ડો. હસમુખ જે. ચૌધરીને કચ્છ ભુજ,મોરબીના ડો.જે.એમ. કતિરાને અમરેલી મુકવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.જી. શ્રીમાળીને બાવળા ખાતે એસોસિએટ પ્રોફેસર,વિભાગીય તાલીમ કેન્દ્ર,અમદાવાદ જિલ્લા ખાતે કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં થોડ વર્ષ અગાઉ બદલી થઇને આવેલા જિલ્લા આરોગ્ય અધિકારી કેટલાય સમયથી બદલીની માંગ કરતા હતા,એટલુ જ નહીં જિલ્લા આરોગ્ય વિભાગમાં કેટલાય સમયથી અંદરો-અંદર વિવાદોના સૂર પણ જોવા મળ્યા હતા. ગાંધીનગરથી આરોગ્ય વિભાગમાં તપાસ પણ આવી હતી ત્યારે હવે જિલ્લા આરોગ્ય અધિકારીની બદલી થતાં જગ્યા ખાલી રહેશે કે શું તે એક સવાલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500