દિલ્હી NCRથી લઈને ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ સુધી મૂસળધાર વરસાદે તબાહી મચાવી દીધી છે જેથી અનેક રસ્તાઓ પર પાણી ભરાય ગયા છે. વિશાળ વૃક્ષો ધરાશાયી થવાથી અનેક વાહનોને નુકસાન થયું છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે નોઈડા, લખનૌ, ગાઝિયાબાદ અને આગ્રા સહિત અન્ય શહેરોની શાળાઓને સોમવારે બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ એક દિવસ માટે બંધ રહેશે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલો વરસાદ આફતની જેમ તૂટી પડ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે થયેલી દુર્ઘટનાઓમાં 27 લોકોના મોત થયા છે. બીજી તરફ રાજ્યભરમાં આફતના વરસાદને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એડવાઈઝરી જાહોર કરીને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યની સાથે તાત્કાલિક સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે. દિલ્હી NCR વિસ્તારમાં શનિવાર બપોરથી અવિરત વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.
લખનૌ, નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા, મેરઠ, અલીગઢ, મથુરા, કાનપુર, એટાહ, મૈનપુરી અને ફિરોઝાબાદમાં જિલ્લા સત્તાવાળાઓએ ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પણ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ ટ્રાફિક પોલીસે મુસાફરોને ડ્રાઈવિંગ કરતી વખતે સાવચેત રહેવાની ચેતવણી પણ આપી છે. ફ્લાયઓવરની નીચે વધુ સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે.
જોકે ઉત્તરપ્રદેશનાં હરદોઈ, સીતાપુર, બુલંદશહેર અને ગાઝિયાબાદમાં વીજળી અને ભારે વરસાદને કારણે મહિલાઓ અને બાળકો સહિત 6 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસ અને વહીવટી અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સવાઈજપુર તહસીલ વિસ્તારમાં વીજળી પડવાથી બે ખેડૂતોના મોત થયા છે જ્યારે એક ગંભીર રીતે દાઝી ગયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જણાવ્યું કે, આજે બંને પરિવારોને સરકાર દ્વારા અનુમતિપાત્ર સહાયની રકમ આપવામાં આવશે. વરસાદના કારણે ખેડૂતોને પણ ઘણું નુકસાન થયું છે. હજારો વીઘા પાક નાશ પામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application