Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધંધુકા-બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત

  • May 30, 2023 

ગુજરાતમાં હાઈવે પર પસાર થતાં વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આજે ધંધુકા-બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.






આ મામલે ધંધુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર એક કાર ચાલકે માતા અને દીકરીને અડફેટે લીધા હતાં અને ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી એક ઘટનામાં ગત 28 મેના રોજ અમરાઈવાડી વિસ્તારમાં બી.આર.ટી.એસ. ટ્રેકમાં એક્ટિવા લઈને જતી નર્સને કાર ચાલકે અડફેટે લીધી હોવાનો બનાવ બન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News