ચેન્નાઈમાં દરિયા કિનારે ભારતીય વાયુસેનાના આયોજિત એર શોમાં ફાઈટર પ્લેનના રોમાંચક પ્રદર્શનને જોવા માટે રવિવારે સવારના 11 વાગ્યાથી જ દર્શકો ભેગા થયા હતા, ત્યારે ચેન્નાઈના મરિના બીચ પર આયોજિત એર શોમાં ત્રણ દર્શકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. જ્યારે ભારે ગરમીના ઉકળાટના કારણે 230 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પ્રદર્શનની શરૂઆત ભારતીય વાયુસેનાના સ્પેશિયલ ગરુડ ફોર્સના કમાન્ડો દ્વારા સાહસિક કૌશલ્યના પ્રદર્શન કર્યું.
જેમાં લાઇટહાઉસ અને ચેન્નાઈ બંદર વચ્ચેના મરિના ખાતે આયોજિત 92માં ભારતીય વાયુસેના દિવસની ઉજવણીમાં એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિન, વિવિધ રાજ્યના મંત્રીઓ, ચેન્નાઈના મેયર આર. પ્રિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ હવાઈ પ્રદર્શનમાં લગભગ 70 વિમાનોએ ભાગ લીધો હોવાથી તેની નોંધ 'લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં થશે. જ્યારે સુપરસોનિક ફાઈટર પ્લેન રાફેલ સહિત લગભગ 50 ફાઈટર પ્લેનથી આકાશ રંગબેરંગી થયું. ડાકોટા અને હાર્વર્ડ, તેજસ, SU-30 અને સારંગે પણ હવાઈ સલામીમાં ભાગ લીધો હતો. આ સાથે સુખોઈ Su-30 એ પણ પોતાની યુક્તિઓ બતાવી હતી. દેશનું ગૌરવ અને સ્વદેશી રીતે નિર્મિત અત્યાધુનિક તેજસ અને હેલિકોપ્ટર પ્રચંડે પણ 21 વર્ષના અંતરાલ બાદ ચેન્નાઈમાં આયોજિત એર ડિસ્પ્લેમાં ભાગ લીધો હતો. આ શોને 15 લાખ લોકોની ભીડ જોવા મળી હોવાથી 21 વર્ષમાં મરિના ખાતે યોજાયેલા એર શોમાં જોવામાં આવેલી સૌથી વધુ ભીડ હતી. જ્યારે છેલ્લી વખત અહીં આ ઈવેન્ટ 2003માં યોજાઈ, ત્યારે 13 લાખ લોકોએ જોવા માટે આવ્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500