સોનગઢના મહારાષ્ટ્ર ચિમેર ગામ પાસેથી બાતમીના આધારે એક બોલેરો વાન અટકાવી તેમાંથી કતલખાને લઈ જવાતી ત્રણ ગાય અને એક બળદને ઉગારી લેવામાં આવ્યા હતા. જોકે પોલીસ દ્વારા વાનના ચાલકની અટક કરવામાં આવી હતી જ્યારે ગોવંશ ભરાવનાર ને વોન્ટેડ જાહેર કર્યો હતો
મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ઓટા રોડ પરથી ગુરુવારની મોડી રાત્રે ચિમેર ગામ નજીક બાતમી મૂજબ ની બોલેરો વાન નંબર જીજે/૨૬/ટી/૯૪૨૪ને અટકાવી બોલેરો વાનમાં તપાસ કરવામાં આવતાં તેમાં ખીચોખીચ હાલતમાં પાણી કે ચારાની સગવડ વિના ટૂંકી દોરીથી બાંધવામાં આવેલ ત્રણ ગાય અને એક બળદ મળી આવ્યાં હતાં.
આ અંગે બોલેરાના ડ્રાઈવર સુનિલ મગન ભાઈ ગામીત રહે.મલંગદેવ તા.સોનગઢ)ની પૂછપરછ કરવામાં આવતાં આ બળદ અને ગાયો નજીક ના લવચાલી તા.સોનગઢ ગામે રહેતો માલજી ચેમટિયા ભાઈ ગામીતે ગામના નિશાળ ફળિયા માંથી બોલેરો વાનમાં ભરાવ્યાં હતાં અને મહારાષ્ટ્ર રાજ્યમાં વેચાણ અર્થે લઈ જવાની સૂચના આપી હોવાની કબૂલાત આપી હતી.
આ બનાવમાં ત્રણ ગાય કિંમત ૧૫ હજાર અને એક બળદ કિંમત ૫ હજાર તથા બોલેરો વાન કિંમત ૩ લાખ મળી કુલ રૂપિયા ૩,૨૦,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી વાન ના ચાલક સુનિલ ની અટક હતી જ્યારે માલજી ગામીત ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500