વાપીમાં સાળાએ બનેવીની ધૂળેટી કરવા બોલાવી ટેરેસ ઉપર લઈ જઈ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનેવી અન્ય યુવતી સાથે રહેતો હતો જેથી પોતાની બહેન સાથે થયેલા અન્યાયનો ભાઈએ બદલો લીધો હતો. મળતી માહિતી મુજબ, ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તારમાં આવેલા સાંઈ પૂજા કોમ્પ્લેક્સ વિસ્તારમાં ૧૪મી માર્ચના રોજ રાત્રિ દરમિયાન સાડા નવ વાગ્યાની આસપાસ સાંઈપૂજા કોમ્પ્લેક્સમાં ટેરેસ પર તનીક વિરેન્દ્ર સિંગ ઉર્ફે બબલુ સિંગની હત્યા થઈ હતી. તે મૂળ બિહારનો વતની હતો અને વર્ષોથી વાપીમાં કામ કરતો હતો. તેની હત્યા કરનાર તેના સાળાને પિંકુ દેવીપ્રસાદસિંહને પોલીસે ઝડપી પાડયો હતો.
તનીક વિરેન્દ્રસિંહના લગ્ન પ્રીતિબેન સાથે બિહારમાં થયા હતા. જે અન્ય એક યુવતી સાથે લગ્ન કરી ત્યાં બંનેને સાથે રાખીને રહેતો હતો. જ્યાં પિંકની બહેન ગર્ભવતી હતી ને તેનો બનેવી તનિક બીજી પત્નીને લઈને વાપી આવી રહેતો હતો. જેથી પોતાની બહેન સાથે થઈ રહેલા અન્યાયનો બદલો લેવા માટે અગાઉથી જ પ્લાનિંગ કરીને પોતાની બહેનને તે વાપી લઇ આવ્યો હતો અને તેના પિતાને ત્યાં રહેવા મૂકી હતી. પોતાના બનેવીને પતાવી માટેનો અગાઉથી જ પ્લાન બનાવી રાખ્યો હોય એમ તેણે વાપી બજારમાંથી ચપ્પુ પણ ખરીદી લીધું હતું.
પીંકુએ બનેવીને હોળી ઉજવવા માટે બોલાવી લાવી ટેરેસ ઉપર તેઓ પ્રથમ પોતાની બહેન સાથે થઈ રહેલા વ્યવહાર બાબતે વાતચીત શરૂ કરી હતી. બનેવી અને સાળા વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાઈ ગયેલા સાળાએ તેના બનેવીને શરીરના ભાગે ચપ્પુના ઘા ત્યાં સુધી માર્યા હતા કે ચપ્પુ પણ તૂટી ગયું હતું. સાળાએ બનેવીની હત્યા કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યારા પિંકુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500