Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના વાંકવેલ ગામે ગધેડાને દીપડાએ ફાડી ખાવાનો બનાવ બન્યો

  • February 04, 2025 

સોનગઢના વાંકવેલ ગામના સ્મશાન વિસ્તારમાં રાત્રી દરમિયાન એક પાલતુ ગધેડાને દીપડાએ ફાડી ખાવાનો બનાવ બન્યો હતો. બનાવની જાણ થતા વન વિભાગે દીપડાને પકડવા આ વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા છે. વાંકવેલ વિસ્તાર ઉકાઈ નજીકના જંગલને અડીને આવેલો હોવાથી ડેમના જંગલ વિસ્તારમાંથી દીપડામાં અહીં આવતા હોવાની શક્યતા છે. દીપડાએ ગધેડાને ફાડી ખાતા આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. જયારે છેલ્લા ઘણા સમયથી ઉકાઈ પંથકના ડેમ વિસ્તારમાં દીપડા દેખાઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application