બાબા વેંગા બુલ્ગારિયાની મહિલા હતી, જેનું 1996 માં મોત થયું. કહેવાય છે કે તે જન્મથી આંધળી હતી. તેમછતાં તે ભવિષ્યમાં થનાર ઘટનાઓને પહેલાંથી અનુમાન લગાવી લેતા હતા. તેમની 2024 ને લઇને એવી 5 ભવિષ્યવાણીઓ વિશે અમે તમને વિસ્તારપૂર્વક જણાવીએ. બાબા વેંગાના સમર્થકો અનુસાર તેમણે બ્રિટનની રાજકુમારી ડાયનાના મોત, રશિયાના પરમાણુ રિએક્ટર ચેર્નોબિલમાં થયેલા અકસ્માત, બ્રેક્ટિઝ અને અમેરિકા પર 9/11 ના આતંકીવાદી હુમલા વિશે પહેલાં ભવિષ્યવાણી કરી હતી. ત્યારબાદ તે સાચી સાબિત થઇ. એવામાં લોકો આ વર્ષે પણ તેમની ભવિષ્યવાણી પર ચર્ચા કરી રહ્યા છે. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર બાબા વેંગાએ આ વર્ષે 5 મોટી મોટી ભવિષ્યવાણી કરી છે.
તેમનું કહેવું છે કે આ વર્ષે દુનિયાના મોટા આર્થિક સંકટમાં ફસાવવાની છે. જાપાન અને બ્રિટનથી તેની શરૂઆત થશે અને આખી દુનિયા તેની ગિરફ્તમાં આવી જશે. દુનિયામાં લોનનું વધતું સ્તર અને વધતો જતો ભૌગોલિક રાજનૈતિક તણાવ આના મુખ્ય કારણો હશે. હિસ્ટ્રી ડોટ કો ડોટ યૂકેના અહેવાલ મુજબ બાબા વાંગાએ આગાહી કરી છે કે વર્ષ 2024માં કેન્સર અને અલ્ઝાઈમર જેવા અસાધ્ય રોગોની સારવાર ઉપલબ્ધ થશે, જે સમગ્ર માનવજાતને ઘણો ફાયદો થશે અને લાખો લોકોના જીવ બચાવી શકાશે. બાબા વેંગના સમર્થકોના અનુસાર આ વર્ષે દુનિયાભરમાં સાઇબર હુમલામાં વધારો થશે.
તેના લીધે મોટી સંખ્યામાં લોકોને પોતાની સંપત્તિ ગુમાવવી પડશે. આ સાઇબર હેકર્સ પાવર ગ્રિડ અને વોટર પ્લાન્ટ જેવી પાયાની જરૂરિયાતોને નિશાન બનાવશે, જેથી દેશોની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પેદા થશે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે આ વર્ષે યૂરોપમાં ઘણા આતંકી હુમલા જોવા મળશે. આ દેશોની સરકાર આ હુમલાને ઉકેલવામાં લાચારી અનુભવશે. આ સાથે જ દુનિયાના એક મોટા દેશ (સંભવિત ચીન) જૈવિક હથિયારોની ટ્રાયલ કરશે. તેના આ ટ્રાયલથી દુનિયામાં ડરનો માહોલ વધી જશે. બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી પીએમ મોદીના મિત્ર વ્લાદિમીર પુતિન વિશે છે. બાબાનું કહેવું છે કે આ વર્ષે રશિયન રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ થઇ શકે છે. એવું થયું રશિયા અને દુનિયાના રાજકારણમાં ખૂબ મોટા ફેરફાર આવશે. તેનાથી રશિયાની વિદેશ નીતિઓમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500