હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં આગામી 5 દિવસનાં હવામાન અંગે સંભાવનાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે હવામાન સામાન્ય રહેશે. હાલ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા પણ નીચું નોંધાઈ રહ્યું છે. જોકે, ભેજવાળા પવનોના કારણે બફારો અનુભવાશે, આગામી 5 દિવસ માટે અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
અમદાવાદ હવામાન કેન્દ્રનાં ડિરેક્ટરએ જણાવ્યું કે, આગામી 5 દિવસ ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે, વરસાદની શક્યતાઓ પણ લગભગ નથી. જોકે તાપમાન પણ આગામી 5 દિવસ હાલ પ્રમાણે જ રહેવાની શક્યતાઓ છે. તેમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. આગામી ત્રણ દિવસમાં તાપમાન એકાદ ડિગ્રી વધી શકે છે અને ત્રણ દિવસ પછી એકાદ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે.
આ સિવાય ગાંધીનગરમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવનાઓ છે. અમદાવાદ અને ગાંધીનગર સિવાય સુરેન્દ્રનગરમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ ડિરેક્ટરએ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યભરમાં તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું નોંધાઈ રહ્યું છે. હાલ રાજ્યમાં જે પવનો આવી રહ્યા છે તે પશ્ચિમીની સાથે ઉત્તર-પશ્ચિમના છે. તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી આ કારણે ગરમી ઓછી હોવા છતાં લોકોએ પરસેવે રેબઝેબ થવું પડે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500