ગુજરાતમાં જાણે ડ્રગ્સનું હબ બન્યું હોય તેમ રોજબરોજ ક્યાંકને ક્યાંક ડ્રગ્સ ઝડપાય છે ત્યારે વડોદરા નજીક મોકસીની નેક્ટર કેમ કંપનીમાંથી ૧૧૨૫ કરોડનું એમડી ડ્રગ્સ કબજે કરવાના બનાવમાં ઝડપાયેલા આરોપી પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને સાથે રાખી એટીએસએ સાંકરદા એસ્ટેટના ગોડાઉન પર છાપો માર્યો હતો અને ત્યાંથી એમડી ડ્રગ્સ બનવામાં વપરાતું ૧૨ હજાર લીટર રો-મટીરીયલ ઝડપી પાડ્યું હતું. તપાસમાં સાંકરદાના આ ગોડાઉનમાં જ ડ્રગ્સને આખરી ઓપ અપાતો હોવાનું સપાટી પર આવતાં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
પિયુષ પટેલે પોતાના ગોરખધંધાને છુપાવવા માટે ગોડાઉન ભાડે રાખ્યા બાદ લોકોની આંખમાં ધૂળ નાખવા મીઠાઈ બનાવવાની આડ લીધી હતી અને પ્લેટો અને પાવડર પણ રાખી મૂકયા હતા.એટીએસના સૂત્રો અનુસાર પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને લઈ ટીમ સાંકરદા ખાતે સ્વસ્તીક સીરામીક એસ્ટેટમાં પ્લોટ નં-૧૩,શેડનં-૨ના ગોડાઉનમાં દરોડો પાડી ૨૦૦ લીટરના ૬૦ બેરલમાં ૧૨૦૦૦ લીટર કેમિકલ જપ્ત કર્યું હતું. પિયુષે ૨૦૧૬માં વડોદરાના મનોજ જગદીશ પટેલ પાસેથી કેમિકલ પ્રોસેસ કરવાનું કહીને ગોડાઉન ભાડે રાખ્યું હતું. એસીટોન સહિત પાંચથી છ કેમિકલનો જથ્થો મળ્યો છે. જોકે,એકેયમાં ડ્રગ્સના અંશ નથી. પણ તેનાથી ડ્રગ્સ બનાવી શકાય અથવા પ્રોસેસમાં મદદ મળે તે ઇરાદે જથ્થો રખાયો હોવાનું અનુમાન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application