કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના નિવૃત્ત કર્મચારીઓના મેડિકલ એલાઉન્સ અંગે ટુંક સમયમાં સારા સમાચાર મળવા એંધાણ જોવા મળી રહ્યા છે. આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયાથી વધારીને 5 હજાર રૂપિયા કરી શકે છે. કલ્યાણ અને પુનર્વસન બોર્ડ 'વૉર્બ' એમએચએએ વિવિધ દળો પાસે ઉપલબ્ધ નિવૃત્ત કર્મચારીઓની વિગતો માંગી હતી. તમામ કેન્દ્રીય દળોએ પોતાના નિવૃત્ત કર્મચારીઓનો ડેટા ગૃહમંત્રાલયને મોકલી દીધો છે. ગત દિવસોમાં અર્ધલશ્કરી દળોના નિવૃત્ત કર્મચારીઓને CGSH કાર્ડ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ અહેવાલ સામે આવ્યો હતો.
હવે આ કર્મચારીઓ પાસે 2 વિકલ્પો રહેશે. જો તેઓ સીજીએસએચ કાર્ડ લેશે, તો તેમણે 30,000 રૂપિયાની એકસાથે કપાત કરવી પડશે. CRPF હેડક્વાર્ટરમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (કલ્યાણ) દ્વારા તારીખ 29 સપ્ટેમ્બરે એક પત્ર બહાર પડાયો હતો. ઘણા નિવૃત્ત કર્મચારીઓએ સીજીએસએચ આઈપીડી કાર્ડ બનાવવા પ્રત્યે અનિચ્છા વ્યક્ત કરી હતી. આ મામલે ઘણા કારણો સામે આવ્યા હતા. જેમાં સીજીએસએચ હોસ્પિટલ દુર હોવાનું પણ એક કારણ છે. સરકારે 2021માં એવો નિર્ણય લીધો હતો કે, જે પેન્શનર્સ સીજીએસએચના નજીકના વિસ્તારમાં રહેતા નથી, આવા તમામ પેન્શનરો માટે તેમના જોખમ ભંડોળની અંતિમ ચુકવણીની રકમ બાદ કરીને CGHSનું IPD કાર્ડ બનાવવું ફરજિયાત કરયું છે.
જેમાં ઈચ્છા-અનિચ્છા માટેનું કોઈપણ પસંદગી નહીં હોય. રિટાયર્ડ કર્મચારી અને તેમનો પરિવાર સીજીએસએચ ઈમ્પૈનલ્ડ હોસ્પિટલમાં આજીવન સારવારની સુવિધા લઈ શકે, તે માટે સરકારે આ નિર્ણય કર્યો હતો. આ મામલે કહેવાયું હતું કે, દળના વધુમાં વધુ કર્મચારીઓ સુધી સીજીએચએસની સુવિધાઓની માહિતી પહોંચાડવામાં આવે. CGHS કાર્ડ સંબંધિત કર્મચારી અને તેમની પત્નીને આજીવન કેશલેસ સારવારની સુવિધા પૂરી પાડે છે, જે હેલ્થ ઈન્સ્યોરન્સ કરતા પણ સસ્તુ હોય છે. જો કોઈ કર્મચારી 75થી 80 વર્ષની ઉંમર સુધી જીવિત રહે છે.
તો આ કાર્ડ પર ખર્ચવામાં આવતી લગભગ રૂપિયા 30,000ની રકમ પ્રતિ વર્ષ માત્ર રૂપિયા 2,000 અથવા તેનાથી પણ ઓછી રહે છે. કર્મચારી અને તેમની પત્નીને મફત સારવાર મળે છે. માત્ર રૂપિયા 30,000 ખર્ચી વ્યક્તિ CGHS કાર્ડ દ્વારા આગામી 30થી 35 વર્ષ સુધી લાભ મેળવી શકે છે. કલ્યાણ અને પુનર્વસન બોર્ડ દ્વારા વિવિધ દળો પાસેથી મંગાયેલા ડેટામાં રેન્ક, નામ, યુનિટ, કેડર, શ્રેણી, જન્મ તારીખ, DOE, નિવૃત્તિનો પ્રકાર, રાજ્ય, ઘરનું સરનામું, મોબાઈલ નંબર, આશ્રિતનું નામ, પેન્શનર સાથેનો સંબંધ સહિતના ડેટાનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500