Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરના વેલ્દા ગામે ડ્રીપ ઇરીગેશન માટે ફીટ કરેલ ફિલ્ટર યુનીટ ચોરાયું

  • March 24, 2023 

નિઝરના વેલ્દા ગામે એક ખેતરમાં ડ્રીપ ઇરીગેશન માટે ફીટ કરેલ ફિલ્ટર યુનીટ ચોરાયું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.



મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના વેલ્દા ગામની સીમમાં આવેલ સર્વે નં-૭૫૩ વાળા ખુલ્લા ખેતરમાંથી ડ્રીપ ઇરીગેશન માટે ફીટ કરેલ ફિલ્ટર યુનીટ જેની આશરે કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ખુલ્લા ખેતરમાં પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયા હતા. બનાવ અંગે સુરેશભાઇ પુરૂષોત્તમભાઇ પટેલ રહે-વેલ્દા, જલારામ ફળીયુ, તા-નિઝર, જિ-તાપી નાઓની ફરિયાદના આધારે નિઝર પોલીસ દ્વારા તા.૨૨/૦૩/૨૦૨૩ નારોજ અજાણ્યા ચોર ઇસમ વીરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application