ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રૂ.૧૦ લાખના ખર્ચે લોકભાગીદારીથી નવનિર્મિત વાય જંકશન ગ્રીન પોલીસ ચોકી અનેરૂ.૭.૫૦ લાખના ખર્ચે નિર્મિત 'અણુવ્રત દ્વાર પોલીસ ચોકી'ને ખૂલ્લી મૂકી હતી. ગ્રીન પોલીસ ચોકીની લગોલગ અરજદારો માટે હરિયાળીથી આચ્છાદિત બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ‘પ્રદૂષણમુક્ત અને સુંદર સુરત સ્વચ્છ સુરત’ની થીમ આધારિત ફૂલ છોડ, બેસવા માટે બેન્ચની વ્યવસ્થાથી સજ્જ છે. આ ચોકીથી શહેરમાં આવતા જતા વાહનો તેમજ એરપોર્ટને કારણે થતી અવરજવર પર બાજ નજર રાખવા અને સુરક્ષા નિશ્ચિત કરવામાં સરળતા રહેશે.
ઉમરા પોલીસ સ્ટેશન અંતર્ગત ગ્રીન ચોકીના રૂપમાં ત્રીજી પોલીસ ચોકી કાર્યરત...
શહેરમાં થતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તેમજ નાગરિકોની સુરક્ષાના હેતુસર ઉમરા પોલીસ સ્ટેશન અંતર્ગત ગ્રીન પોલીસ ચોકીના રૂપમાં ત્રીજી પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે. એક પી.એસ.આઇ. અને ૭ અન્ય પોલીસ સ્ટાફ સાથે સજ્જ વાય જંકશન પોલીસ ચોકી રાહુલ રાજ મોલથી એસ.કે.નગર ચોકડી અને મગદલ્લા ગામ મળી આશરે ૧.૩૦ લાખની વસ્તીનેઆવરી લેશે, જેનાથીશહેરના મોટા થિયેટરો, મોલ, પાર્ટી પ્લોટ તેમજ મગદલ્લા કિનારે આવતા તાપીના તટની સુરક્ષા તેમજ સામાન્ય જનતાને જરૂરી એવી પોલીસ સેવા થશે સુદ્રઢ થશે.
અણુવ્રતદ્વાર ચોકી ૬૦થી ૬૫ હજાર વસ્તીને ઉપયોગી નીવડશે...
અણુવ્રત દ્વારથી, સાયકલ સર્કલ, શ્યામ મંદિર તરફ જતા બન્ને રોડ, રાજ રેસિડેન્સી,ચાઇનાગેટ ટી પોઇન્ટથી, અલથાણ કોમ્યુનિટી હોલ, સોહમ સર્કલથી શ્રી રામ મારબલ, સી.એન.જી સર્કલ, ભટાર ચાર રસ્તા, વિશાલનગર મહાદેવ મંદિર, ભટાર નવો મહોલ્લો, બ્રેડ લાઇનર સર્કલ, અણુવ્રતદ્વાર સુધીનો હદવિસ્તાર આવરી લેતી આ ચોકી અંતર્ગત ૬૦થી ૬૫ હજાર વસ્તીને ઉપયોગી નીવડશે. ખટોદરા પોલીસ સ્ટેશન અંતર્ગત નવનિર્મિત આ પોલીસ ચોકીમાં એક પી.એસ.આઇ અને અન્ય ૨ પોલીસ સ્ટાફ રહેશે. મંત્રીએ સુંદર અને સુવિધા યુક્ત પોલીસ ચોકીઓ નિહાળીને ચોકીની મંતવ્ય પુસ્તિકામાં પોતાનો પ્રતિભા વટાંક્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500