Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સૂર્યપુત્રી તાપી માતાને ફુલહાર અર્પણ કરી જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

  • July 16, 2021 

તાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી જેને સૂર્યપુત્રી તાપી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે અષાઢ સુદ સાતમના દિવસે માતા તાપીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે, 436 માઈલ જેટલી લંબાઈ ધરાવતી સૂર્યપુત્રી તાપીમાતા આશરે 1000 વર્ષ પહેલા મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બેતુલ જિલ્લાના મુલ્તાઈ માલપ્રદેશમાં અષાઢ સુદ સાતમના દિવસે પ્રગટ્યા હતા.

 

 

 

 

આ દિવસને તાપીમાતાના જન્મદિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.મુલ્તાઇ શહેરનું સંસ્કૃત નામ મૂલતાપી છે જેનો અર્થ તાપીનું મૂળ એવો થાય છે. તાપી નદીના બંને કિનારે 108 તીર્થો આવેલા છે. પુરાણો તરફ નજર કરીએ તો જાણવા મળે છે કે ગંગા નદીમાં સ્નાન અને નર્મદા નદીના દર્શન કરવાથી બધા પાપ ધોવાય છે. પરંતુ તાપી નદી એટલી પવિત્ર છે કે તેના સ્મરણ માત્રથી જ પાપ ધોવાય જાય છે.

 

 

 

 

તાપીમૈયાના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને અને તાપી કલેક્ટર એચ.કે.વઢવાણિયા તથા પ્રાંત અધિકારી હિતેશ જોશીની ઉપસ્થિતિમાં ઉકાઈ કાકરાપાર કમાન્ડ એરિયા ઇરીગેશન કો-ઓપરેટીવ સોસાયટી ફેડરેશન લી. બારડોલી અને કાર્યપાલક ઇજનેર ઉકાઈના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતુ. તાપીમાતાના જન્મદિવસ નિમિત્તે ‘સત્યનારાયણ’ની પુજા કરવામાં આવી હતી.

 

 

 

 

તાપી નદીના દર્શન કર્યા બાદ મંત્રી ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું હતુ કે, સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી માતાના સ્મરણ માત્રથી જ પુણ્ય મળે છે અને લોકોના પાપ ધોવાય છે. આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે, મોટા પાયે ખેતીનો આધાર તાપી નદી ઉપર હોવાથી ઉકાઈ ડેમ રૂલ લેવલ સારા પ્રમાણમાં ભરાઈ રહે અને ખેડૂતો/નાગરિકોને મુશ્કેલી ના સર્જાય. આ શુભદિને તાપી માતાની પુજા કરી અને વરૂણ દેવને રીઝવવા માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application