Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉશ્કેરાયેલા પતિએ પૂર્વ પત્ની ઉપર હુમલો કર્યો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • May 08, 2022 


નવસારી-ચીખલીના ચિતાલી ગામે રહેતી પાયલ પ્રવિણ પટેલના લગ્ન ૨૦૧૧માં નવસારીના વિજલપાર ખાતે રહેતા દિપક ભીખુ પટેલ સાથે થયા હતા. બંનેના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં હાર્દિક નામનો દીકરો છે. સુખી સંસાર દરમ્યાન પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો શરૂ થતા વર્ષ ૨૦૨૦માં દંપતીએ છૂટાછેડા લઈ લીધા હતા. દીકરો હાર્દિક માતા સાથે રહે છે. આ દરમિયાન ૩જી મેના રોજ પૂર્વ પતિ દીપકે પુત્ર હાર્દિક સાથે વાત કરવા ઘરે આવતા પુત્રએ વાતચીત ન કરતા તે ઉશ્કેરાયો હતો અને પૂર્વ પત્ની ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે દાખલ થયો છે.


મળતી માહિતી મુજબ રાત્રિના અગિયાર વાગ્યે પૂર્વ પતિ દીપક પટેલ તેના પુત્ર હાર્દિકને મળવા આવ્યો હતો. તેના પુત્ર હાર્દિકને બોલાવતા તેની સાથે વાતચીત ન કરતા તે બાબતે દીપકને મન દુઃખ થતાં હાર્દિક મારી સાથે કેમ બોલતો નથી કહી ગુસ્સામાં આવી પૂર્વ પત્ની સાથે ગાળાગાળી કરી અને ધમકી આપી હતી. સાથે આજે તો હું તને બતાવી ને જઈશ તેમ કહી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દેતાં પત્ની દરવાજો ખોલી નાખી બહાર જતા રહેવા કહ્યું હતું, પણ પૂર્વ પતિ દિપકને પુત્રનો કબ્જો જોઈતો હોય પૂર્વ પત્ની સાથે બોલાચાલી તેમજ ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો.


આ ઉપરાત પૂર્વ પત્નીને મારમારી નટ બોલ્ટ ખોલવાના પાનાંથી માથાના ભાગે માર મારતા તેણીને તબીબી સારવાર માટે ટાંકલ સીએચસી ખાતે લઈ જવામાં આવી હતી. દીપક પટેલ દ્વારા અગાઉ પણ કેટલીકવાર ઝઘડો તકરાર થતાં પાયલને માર મારી હતી.આ બનાવ અંગે પાયલ પટેલે દિપક વિરુદ્ધ ચીખલી પોલીસમાં અરજી કરતા પોલીસે ત્રીજા દિવસે પતિ દીપક વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application