અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી તેજસ ટ્રેનને લઇને પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ટ્રેન સપ્તાહના પાંચ દિવસ દોડશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ-મુંબઇ દોડતી તેજસ ટ્રેન આ પહેલા સપ્તાહમાં 4 દિવસ ચાલતી હતી. મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એકસ્પ્રેસ ટ્રેનના સંચાલનના વિસ્તરણ નિર્ણય કરતાં આ આ ટ્રેન હવે સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે.
ઉલ્લેખનિય છે કે, બીજી લહેરની સરખામણીમાં કોવિડના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. આ સ્થિતિમાં તેજસ ટ્રેનને હવે સપ્તાહમાં પાંચ દિવસ દોડશે. સોમવાર, બુધવાર, શુક્રવાર, શનિ અને રવિવાર, અમદાવાદથી મુંબઇ તેજસ એક્પ્રેસ દોડશે. ટૂંકમાં મંગળ અને ગુરૂવાર સિવાયના તમામ દિવસ તેજસ એક્સપ્રેસ દોડશે. 22 ડિસેમ્બરથી આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application