Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાનએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશવાસીઓ તા.2 થી 15 ઓગસ્ટ સુધી પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો રાખે તેવી અપીલ કરી

  • July 31, 2022 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રેડિયો થકી મન કી બાત...કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યુ હતુ જેમાં  કહ્યુ હતુ કે, આ વર્ષે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યુ છે. આપણે બધા બહુ નસીબદાર છે કે, આ ઐતહાસિક ઘડીના સાક્ષી આપણે બનવા જઈ રહ્યા છે અને મને ખુશી છે કે, આઝાદીનો અમૃત મહોત્સવ જન આંદોલનમાં ફેરવાઈ રહ્યો છે. તમામ વર્ગના લોકો અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.




આજે 31 જુલાઈનાં દિવસે હું શહીદ ઉધમ સિંહની શહાદતને નમન કરુ છું. તેમણે દેશ માટે પોતાનુ સર્વસ્વ કુરબાન કર્યુ હતુ. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરુપે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા...નુ આયોજન કરાશે. તેમજ 2 થી 15 ઓગસ્ટ દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો લગાવવા માટે મારી અપીલ છે.




કોરોના સામેની લડાઈમાં આર્યુવેદિક દવાઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. વૈશ્વિક સ્તરે તેનુ ચલણ વધી રહ્યુ છે. મધની મીઠાશ ખેડૂતોનુ જીવન બદલી રહી છે.તેમની આવક પણ વધારી રહી છે.મધ ઉત્પાદનમાં ઘણી તકો રહેલી છે અને યુવકો તેને રોજગારીનુ સાધન બનાવી રહ્યા છે. એક રોચક પ્રયાસ થયો છે. જેનુ નામ આઝાદીની રેલગાડી અને રેલવે સ્ટેશન...રખાયુ છે.




ભારતીય રેલવેની આઝાદીની લડાઈમાં શું ભૂમિકા રહી છે તે લોકો જાણે ...દેશમાં સંખ્યાબંધ સ્ટેશનો છે જે આઝાદી આંદોલનના ઈતિહાસ સાથે જોડાયેલા છે. જેમ કે ઝારખંડનુ ગોમો રેલવે સ્ટેશન નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે હવે ઓળખાય છે. કારણકે તેઓ આ જ સ્ટેશનથી ટ્રેનમાં બેસીને બ્રિટિશરોને ચકમો આપી રવાના થઈ ગયા હતા.




દેશના યુવાઓ દરેક ક્ષેત્રમાં ભારતને ગૌરવ અપાવી રહ્યા છે. પીવી સિંધુએ સિંગાપુર ઓપન ટાઈટલ જિત્યુ છે. નિરજ ચોપડા પણ વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ જીતી ચુકયા છે. યુવાઓએ સ્ટાર્ટ અપ થકી અને બીજા સાહસિકોએ પોતાના પ્રયાસો થકી રમકડાના ક્ષેત્રમાં સફળતા મેળવી છે. ભારતમાં હવે વિદેશથી રમકડાની આયાત 70 ટકા ઘટી ગઈ છે.ભારતે ઉલટાનુ 2600 કરોડના રમકડા એક્સપોર્ટ કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application