ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ગ્રામજનોને ફાયદા ગ્રામજનોને પાણીજન્ય રોગોથી મુક્તિ, સારું સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન મળી રહ્યું છે. એટલું જ નહિ, અશુદ્ધ પાણીનો નિકાલ થતા ગામમાં સ્વચ્છતા રહે છે. તેમજ પ્લાન્ટ ઇકો ફ્રેન્ડલી અને ઊર્જા સંરક્ષણ કરતો હોય ગ્રામજનોને આર્થિક રીતે ફાયદો પણ થાય છે. જળ એ જ જીવન છે. સમગ્ર સૃષ્ટિ પંચ તત્વોથી નિર્માણ પામી છે અને જળ આ પાંચ તત્વો પૈકીનું એક તત્વ છે. દૈનિક જીવનમાં અને ઔદ્યોગિક હેતુસર પાણીનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ સાથે જ વપરાશ બાદ અશુદ્ધ બનેલા પાણીનો પ્રશ્ન પણ ઉદભવે છે, જેને ગ્રે વોટર કહે છે. ગ્રે વોટરને સામાન્ય ભાષામાં સમજીએ તો ઘરકામ જેવા કે કપડાં ધોવા, વાસણ ધોવા વગેરેથી ઉત્પન્ન થતું ગંદુ પાણી.
જેના સલામત નિકાલ ન કરાય તો પર્યાવરણને હાનિકારક બની શકે છે. ગામોમાં આ પ્રશ્ન વિશેષ કરીને ઉપસ્થિત થાય છે અને તળાવમાં ગંદા પાણીરૂપે એકઠું થાય છે. આ સમસ્યાનો નિકાલ લાવવાના હેતુથી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ૭૦૦ કેએલડીની ક્ષમતા ધરાવતા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જિલ્લા માટે ગૌરવની ક્ષણ આવી છે. ગૌરવની ક્ષણ એ માટે કે ગુજરાતમાં સૌ પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ એવા ગ્રે વોટર પ્રોજેક્ટની શરૂઆત ભરૂચના શુકલતીર્થ ખાતે કરવામાં આવી છે. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ આ પ્લાન્ટને લોકાર્પણ કર્યો છે. જેનું ઉત્તમ દાખલો ગ્રે વૉટર મેનેજમેન્ટ પ્લાન્ટ છે. વધુમાં નરેન્દ્રભાઈ મોદી એ જ્યારથી વડાપ્રધાન તરીકે દેશની કમાન સંભાળી છે ત્યારથી ૧૫માં નાણાપંચની સીધી ગ્રાન્ટ સીધી ગ્રામ પંચાયતને મળતી હોવાથી ગામના માળખાકિય સુવિધાઓમાં વધારો થવા પામ્યો છે.
આ વેળાએ ધારાસભ્યએ શુકલતીર્થ ગામની પહેલાની મુશ્કેલીઓને યાદ કરતાં જણાવ્યું કે, આ પ્રકારની નવીન પહેલને કારણે ગામજનો ભૂતકાળની તકલીફો હવે ભૂતકાળ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પોતાનો પ્રાંસંગિક પ્રવચનમાં સ્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ સાહેબને શબ્દાજંલી અર્પણ કરતાં જણાવ્યું હતું કે, કલામ સાહેબનું સ્વપ્ન હતું કે જે મેટ્રો સીટિમાં જીવનધોરણને સ્તરને સુવિધા મળે છે તે જ સુવિધા જો ગ્રામ્ય સ્તરે મળે તો સમગ્ર દેશના નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવશે. જિલ્લા વહીવટી તંત્રએ સાચા અર્થમાં સાકાર કરી બતાવ્યું છે.વધુમાં તેમણે ઉમેર્યું છે કે જે લોકોને નાવિન્ય વિચાર સ્વીકાર કરવાની હિમંત હોય અને તે વિચારને કાર્યન્વિત કરવાથી જ આ પ્રકારના પ્રોજેક્ટ આકાર પામી શકી તેમ કોઈ બેમત નથી.
ગ્રે વોટર શુદ્ધિકરણ યોજના શું છે?
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રામિણ કક્ષાએ ગ્રે વોટરનું શુદ્ધિકરણ કરવા માટે વિવિધ ટેક્નોલોજી આધારિત પાઇલોટ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. જેના અનુસંધાને વર્ષ ૨૦૨૨માં શુકલતીર્થ ગામમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ૭૦૦ કેએલડી ક્ષમતા ધરાવતા ગ્રે વોટર શુદ્ધિકરણ યોજનાને ૫ વર્ષના મરામત અને નિભાવણી માટે રૂ. ૧.૯૭ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી અને ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો. આ પ્લાન્ટ Soil Bio Technology પર આધારિત છે. આ ટેકનોલોજીનો ફાયદો એ છે કે ગ્રામ પંચાયત દ્વારા જ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને સરળતાથી ઓછા ખર્ચ સાથે મેનેજ કરી શકાય છે. આ ટેક્નોલોજીની ખાસ વાત એ છે કે તેમાં સ્લજ બનતું થતું નથી તેમજ ખુબ ઓછી જગ્યામાં પ્લાન્ટનું નિર્માણ થાય છે તેમજ તેની રોજીંદી જાળવણી ખુબ જ સરળ રહે છે. આ પ્લાન્ટ ઇકો ફ્રેન્ડલી અને નયનરમ્ય છે, તેમજ તેનું વાતાવરણ બિલકુલ દુર્ગંધરહીત છે.
ગ્રે વોટર શુદ્ધિકરણ પ્લાન્ટ કઈ રીતે કામ કરે છે?
સૌ પ્રથમ ગામના તમામ ઘરોમાંથી નીકળતા ગ્રે વોટરને ૨.૩ કિલોમીટર લાંબી પાઈપલાઈન દ્વારા ગ્રેવીટીથી પ્લાન્ટના વેટ વેલમાં લાવવામાં આવે છે. ત્યારબાદ તેને કોર્સ અને પેરાબોલિક ફાઈન સ્ક્રીનમાંથી પસાર કરી ૩ મિલીમીટરથી મોટા કચરાને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રે વોટરને પ્રિ-સેડીમેન્ટેશન ટેંકમાં, જ્યાં સેડીમેન્ટેશનની પ્રકિયા થયા બાદ સોઈલ બાયો ટેકનોલોજી આધારિત બાયો રિએક્ટર્સમાં ગોઠવેલ મીડિયા લેયર ઉપર સમાંતરે પાથરવામાં આવેલ પાઈપલાઈન દ્વારા છંટકાવ કરવામાં આવે છે. આ લેયર અલગ-અલગ સાઇઝના મીડિયા તથા કલ્ચર કેટલીસ્ટથી બનેલું હોય છે, જે ગ્રે વોટરમાં સામેલ સ્લજ તથા અશુદ્ધીઓને દૂર કરે છે. આ બાયો રિએક્ટર્સમાંથી બહાર નીકળતા ફિલ્ટર પાણીનું કલોરીનેશન કરી નર્મદા નદીમાં નિકાલ કરવામાં આવે છે. હાલમાં આ શુદ્ધિકરણ થયેલ પાણીનો વપરાશ નર્મદા નદીના કાંઠે વાવેલ વૃક્ષો અને ફૂલ છોડને સિંચન માટે કરવામાં આવી રહ્યો છે. આ શુદ્ધિકરણ થયેલ પાણીનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતા મળેલ ઉત્તમ પરિણામ આ પ્લાન્ટની કાર્યક્ષમતા સાબિત કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024