ભારત સરકારના દૂરસંચાર વિભાગ (DOT)એ દેશના નાગરિકોને આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવતા ફેક કોલથી સાવધાન રહેવા સલાહ આપી છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ કોલ ભારતના સ્ટોક એક્સચેન્જ અને ટ્રેડિંગમાં અડચણ ઉભી કરે છે દૂરસંચાર વિભાગ દ્વારા દેશના તમામ નાગરિકોને સલાહ આપવાની સાથે, ટેલિકોમ સેવા પ્રદાતાઓને આવા નંબરો પરથી આવતા ફેક કોલને બ્લોક કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
ઉપરાંત જો તેઓને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આવા કોઈ કોલ આવે છે, તો તેઓ [email protected] અથવા તેમના ટેલિકોમ સર્વિસ ઓપરેટર પર DoTને જાણ કરી શકે છે. દૂરસંચાર મંત્રાલયે ટેલિકોમ યુઝર્સને કહ્યું છે કે, આવા કોલ રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા કરવામાં આવે છે અને તેનો હેતુ લોકોમાં ડર ફેલાવવાનો છે. સરકારે લોકોને આવા કોલ આવે ત્યારે ફરિયાદ કરવા આગ્રહ કર્યો છે. યુઝર્સ આ ફેક કોલની ફરિયાદ ટેલિકોમ યુઝર્સ અથવા નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર રિપોર્ટ કરી શકે છે. યુઝર્સ 1930 પર કોલ કરીને પણ આવા ફેક કોલની ફરિયાદ નોંધાવી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500