મોડેલ ડે સ્કુલના આચાર્યએ ભોજન કોન્ટ્રાક્ટનુ ટેન્ડર અપાવવાના/આપવાના અવેજ પેટે ધોરણ-11 ના વિધ્યાર્થીઓનુ જે બિલ થાય તે પોતાને સોંપી દેવાનુ જણાવી રૂપિયા 50 હ્જારની લાંચની માંગણી કરતા એસીબીએ આચાર્ય વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..
મળતી માહિતી અનુસાર નર્મદા જીલ્લાના ડેડીયાપાડામાં આવેલ મોડેલ ડે સ્કુલના આચાર્ય કિશોરભાઈ ખેંગારભાઇ સોલંકી મૂળ રહેવાસી,કુણાવાડા ગામ, તા-હારીજ, જી-પાટણ નાઓએ તેમની મોડેલ ડે સ્કુલ ડેડીયાપાડા ખાતે આચાર્યની ફરજ દરમ્યાન ભરતકુમાર મણીલાલ વણકર નાઓ પાસે ભોજન કોન્ટ્રાક્ટનુ ટેન્ડર અપાવવાના/આપવાના અવેજ પેટે ધોરણ-11 ના વિધ્યાર્થીઓનુ જે બિલ થાય તે પોતાને સોંપી દેવાનુ જણાવી રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી અને કોન્ટ્રાક્ટ મળ્યા બાદ પણ દર માસે 50 વિધ્યાર્થીના રૂપિયા 50 હજાર થી 54 હજાર સુધીની રકમ આપવી પડશે તેવુ જણાવી, લાંચની માંગણી કરી હતી,
જોકે ભરતકુમાર વણકરએ આ બાબતે આચાર્ય વિરુધ્ધ એસીબીમાં ફરિયાદના કરતા એસીબીએ મોડેલ ડે સ્કુલના આચાર્ય કિશોરભાઈ સોલંકી વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ બી.ડી.રાઠવા (પીઆઈ,નમૅદા એસીબી પોલીસ સ્ટેશન રાજપીપલા) નાઓ કરી રહ્યા છે,(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500